ETV Bharat / state

હરિદ્વારની જેમ હવે માઁ નર્મદાની પણ નર્મદા ઘાટે થશે મહાઆરતી - reva river

હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનશે. નર્મદા ઘાટ પર માઁ નર્મદાની મહાઆરતી થશે. નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો છે. લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું
લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું
author img

By

Published : May 17, 2021, 2:25 PM IST

Updated : May 17, 2021, 2:38 PM IST

  • નર્મદા ઘાટે માઁ નર્મદાની થશે મહાઆરતી
  • લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું
  • પ્રવાસીઓ માટે વધશે આકર્ષણ

નર્મદા: માઁ નર્મદાની મહાઆરતી હવે નર્મદામાં પણ કરવામાં આવશે. જે રીતે હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનશે કે જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે. આમ રોજ સાંજે નર્મદા આરતીનો લ્હાવો ભક્તોને મળશે.

આ પણ વાંચો: ભરૂચમાં નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો

આ માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો છે. લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શક્ય છે કે ત્રણ મહિના બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં હેવી ફ્લડ આવે ડેમ ફરી છલોછલ ભરાઈ જાય અને નર્મદા વધામણાં સાથે ખળખળ વહેતી નર્મદાની મહાઆરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે એવી શક્યતાને લઈને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.

નર્મદા ઘાટે માઁ નર્મદાની થશે મહાઆરતી

આ પણ વાંચો: નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ: ગરુડેશ્વર ગામે કોટેશ્વર મહાદેવનું મંદિર અને દત્ત કુટીર ધરાશાયી

શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત

ગોરા ગામે નર્મદા નદીના કિનારે 15 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 15 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસી જે ધાર્મિક સ્થળો છે. ત્યાં જેવી રીતે ગંગાની મહાઆરતી રોજ થાય છે એવી નર્મદા આરતી પણ અહીંયા કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ધાર્મિક સ્થળોનું પણ વિકાસ કરવામાં આવ્યો છે. જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. પ્રવાસીઓ માટે આકર્ષણ વધી જશે.

Last Updated : May 17, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.