એમીશન ટ્રેડીંગ સ્કીમએ એક પ્રકારની મીકેનીઝમ છે. જેમાં સરકાર દરેક એકમ માટે ઉત્સર્જન પર એક કેપ નક્કી કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રજકણો દ્વારા ફેલાતા હવા પ્રદૂષણને અટકાવવાનો છે. આ યોજના અંતર્ગત ઉદ્યોગોને ઉત્સર્જનની ટકાવારી નક્કી કરવાનો અધિકાર પ્રાપ્ત થશે અને નિયત કરેલી માત્રા કરતા વધેલા ઉત્સર્જનનો તેઓ વેપાર કરી શક્શે.એમીશન ટ્રેડીંગ સ્કીમ એ જી.પી.સી.બી દ્વારા શરૂ કરવામાં આવેલો એક નવીનતમ પહેલ છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એમીશન ટ્રેડીંગ સ્કીમે કલાઇમેટ ચેન્જના ભાગ રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા બહુપરીમાણીય પહેલ છે. સરકારની આ પહેલ સાથે તમામ ઇન્ડસ્ટ્રીઓનો સહકાર જરૂરી બન્યો છે. આ બાબતે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તા એ જણાવ્યું હતું કે, આ પહેલ આપણે કરી છે. જેમાં ચોક્કક્સ સફળ થઇશું કારણ કે, આ સ્કીમમાં ઈન્ડસ્ટ્રીઓ માટે પણ ઓછા પોલ્યુશન માટે પોઇન્ટ છે સર્ટિફિકેટ લેવાનું છે.જે સૌથી ઓછું પોલ્યુશન કરશે તેને ફાયદો થવાનો છે.