- કિસાન સૂર્યોદય યોજનાનો તિલકવાડાથી શુભારંભ
- મુખ્યપ્રધાનના હસ્તે કરાયો શુભારંભ
- આ યોજનાથી દિવસે પણ મળી રહેશે સિંચાઈ માટે વીજળી
નર્મદાઃ ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનારી ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં ગુરુવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેનાથી જિલ્લાના 39 ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ 2702 ગામોના ખેડૂતોને કુલ 953 ખેતી વિષયક ફીડરોના 2.24 લાખથી વધુ વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે.
પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત થશે
પાણી પુરવઠાની રૂ.152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 57 ગામોની રૂ. 72.66 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના 21 ગામોની રૂ.23.03 કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના 32 ગામોની રૂ.49.94 કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના 36 ગામો અને 22 ફળિયાની રૂ.7.24 કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.
મુખ્યપ્રધાને કોંગ્રસ પર કર્યા પ્રહાર
કિસાન સૂર્યોદય યોજનાની વિશેષતાઓ : ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. જયારે પોતાના ભાષણમાં મુખ્યપ્રધાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અત્યારસુધી કોંગ્રેસના રાજમાં ખેડૂતો દિવસો સુધી મુંઝાતા હતા. કોંગ્રેસે ખેડૂતોનો ઉદ્ધાર જ નથી કર્યો.