નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારામાં પાકતા કાજુ, જામફળ, સિતાફળ દાડમ, કેળા, પપૈયા, અને અન્ય ઐાષધિઓમાંથી તેલ, વેસેલીન, ક્રીમ, સાબુ, જ્યુસ, તૂટીફૂટી, વેફર,સહિતની 16 બનાવટ બનાવવામાં આવી છે. જેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પેશિયલ શોપ શરૂ કરી પ્રવાસીઓ વેચાણ કરવામાં આવશે. જે માટે ડેડીયાપાડા સાગબારાના ખેડૂતોને ત્રણ દિવસની તાલીમ આવામાં આવી છે.
આ વર્કશોપમાં મલ્ટીપરપઝ ફ્રુડ પ્રોસેસિંગ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હરિયાણાના પ્રગતિશીલ ખેડુત ધરમવીર કંમ્બોજે ખેડૂતોને તાલીમ આપી પોતે બનાવટથી પ્રોસેસિંગ યુનિટ, ઐાષધિય સુગંધી પાકોના ડિસ્ટીલેશન યુનિટ અને ટુલ્સ ઇક્પવીમેન્ટ શોર્ટીંગ-ગ્રેડીંગ સાધનોની ઉપયોગીતા અંગે ખેડુતો સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી. આ તાલીમમાં એલાવેરા જેલ, એલાવેરા જ્યુસ, એલાવેરા શોપ સહિત વિવિધ 16 જેટલાં ઐાષધિઓની અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા આ તાલીમાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વેચાણ સ્ટોલની વ્યવસ્થા માટેના સુચન સાથે તેનું યોગ્ય માર્કેટીંગ દેશ-વિદેશના મહત્તમ પ્રવાસીઓ સુધી પહોંચે શકશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંયુક્ત બાગાયત નિયામક એસ.એસ.ગાવિત, જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, વન સંરક્ષક ડૉ.કે.શશીકુમાર, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. નિલેશ ભટ્ટ, બાગાયતી અધિકારી ડૉ.સ્મિતા પિલ્લઇ સહીત આધિકારીઓ હાજર રહ્યા હતા