ETV Bharat / state

નર્મદાના કેવડિયાના 6 ગામનો ફેન્સીંગ મુદ્દો રાજકીય બન્યો, પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ 6 ગામના લોકો સાથે કરી મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાં લોકડાઉન હોવા છતા તંત્ર દ્વારા તાર-ફેનસિંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો. આટલો વિરોધ હોવા છતા પણ તંત્ર દ્વારા ફેનસિંગ કામગીરી બંધ ન કરાતા 6 ગામના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીકનું કેવડિયા ગામમાં બંધનું એલાન આપ્યું હતું.

author img

By

Published : Jun 1, 2020, 6:17 PM IST

નર્મદાના કેવડિયાના 6 ગામનો ફેન્સીંગ મુદ્દો રાજકીય બન્યો

નર્મદાઃ જિલ્લાના 6 ગામના બંધના એલાનને પગલે કેવડિયા ગામ સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું. જો કે કેવડિયામાં કોઈ વિરોધ માટે ન આવે એ માટે જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી બાજુ ગુજરાતના માજી મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળવા આવી પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેનસિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવ છતાં તંત્રના કોઈ પણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા, પણ વધતા વિરોધને લીધે હવે તંત્રએ પણ પોતાનો પક્ષ મૂક્યો છે.

કેવડિયા ગામ સવારથી જ સજ્જડ બંધ રહ્યું
કેવડિયા ગામ સવારથી જ સજ્જડ બંધ રહ્યું

નાયબ કલેક્ટર નિકુંજ પરીખે જણાવ્યું કે, કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્રારા ખાલી કરાવાયા નથી. માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયું છે. વર્ષ 1962થી 1965માં સરકાર દ્વારા આ જમીનો સંપાદિત થઈ હતી. આ સંપાદિત જમીનનું વળતર જે-તે સમયે જમીન સંપાદન અધિનિયમ મુજબ ચૂકવી આપ્યું છે. જે વ્યક્તિઓએ તે સમયે વળતર લીધું નહિ તેમના પૈસા નિયમોનુસાર ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા અને ત્યાર બાદ જે તે ખાતેદારોએ તે પૈસા ઉપાડી લીધા. ડેમ બનતા 19 ગામો ડુબતા હોવાથી તેઓને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાધેલાએ 6 ગામના લોકો સાથે કરી મુલાકાત

આ 6 ગામના લોકોને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા નહી. કારણ કે, આ ગામની જમીનો ડૂબમાં જતી ન હતી. તેથી આ છ ગામના લોકોની લાગણી ઠેસ ન પહોચે તે માટે તેઓને વધારાના વળતર તરીકે સરકાર દ્વારા વર્ષ 1993-93, 2013, 2015, 2018માં પેકેજ જાહેર કર્યા અને હાલમાં પણ વર્ષ 2020માં પણ નવિન સૂચિત પેકેજ નર્મદા નિગમ દ્રારા હાઇકોર્ટમાં રજૂ કરાયુ જ છે અને નિગમ આ પેકેજનાં મુજબના લાભો આપવા માટે હજુ પણ તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.