- રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી રસીકરણ કરાયું
- 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ અપાયા
- નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ
નર્મદા : વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોરમાંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવેલ હતા. જ્યાંથી નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ હતા. જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા
રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ : કોરોના વોરિયર્સ
જ્યારે તિલકવાડા ખાતે 50 જેટલા ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા રાજપીપળા ખાતે પ્રથમ રસી મુકાવનાર કોરોના વોરિયર્સ જોડે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ અને દરેક વ્યક્તિએ વેક્સિન મુકાવવી જોઈએ. હાલ તો તમામ વેક્સિન લેનારને 30 મિનિટ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમની તમામ પ્રકારની કાળજી લેવામાં આવી હતી. જોકે, વેક્સિન લીધેલા વ્યક્તિઓને હાલ કોઈ આડ અસર દેખાઈ ન હતી.