નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં ઑસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશમાંથી પણ પ્રાણીઓ અહીં લાવવામાં આવ્યા છે. કોરોના વાયરસની ઈફેક્ટ સમગ્ર દેશમાં છે, ત્યારે જંગલ સફારી પાર્કમા પણ પ્રાણીઓની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશથી જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમ કે, અલ્પાકા લાંબા, ઇમુ, ઓસ્ટ્રેલિયન કાંગારું અને એક્ઝોટિક તથા આઇવરીમાં જે પક્ષીઓ છે, જેમનું ખાસ ધ્યાન રખવામાં આવી રહ્યું છે. ચોમાસાની ૠતુમાં પ્રાણીઓ અને પક્ષી માટે ખાસ દેખરેખ માટે અને ખાસ પક્ષીઓ અને પશુઓને ટ્રેન કરવા 200થી વધુ સ્પેશિયલ ટ્રેનર ટ્રેનિંગ આપી રહ્યાં છે.
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવું દ્રશ્ય સર્જાયુ છે. સાથે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારીમાં પણ વિદેશી પશુ પક્ષીઓ કુદરતી વાતાવરણમાં મન મૂકી સફારી પાર્કમાં ફરી રહ્યાં છે.