ETV Bharat / state

E-car charging center: કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર, ટાટા કંપનીએ સ્થાપ્યા - statue of unity

નર્મદાના કેવડિયામાં પ્રથમ ઇ-કાર માટેનું ચાર્જીંગ સેન્ટર (E-car charging center) ટાટા કંપની (TATA Co.) દ્વારા સ્થાપવામાં આવ્યું છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થઈ શકશે. આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે. કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે.

કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર,
કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર,
author img

By

Published : Jul 9, 2021, 10:47 AM IST

  • ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર તૈયાર
  • કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત
  • ઇ-કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની દ્વારા સ્થાપવામાં આવ્યું

નર્મદાઃ ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર (E-car charging center) તૈયાર કરવામાં આવ્યુ છે. નર્મદાના કેવડિયામાં પ્રથમ ઇ-કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની (TATA Co.) દ્વારા સ્થાપવામાં આવ્યું છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થઈ શકશે. કેવડિયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ (Environment day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તરીકે જાહેર કરી હતી. આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ (Tourism place) ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.

કેવડિયામાં ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન તૈયાર,

કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત

કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે. ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રિક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે. કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર (No Pollution Zone) બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત કરવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન પર 2 કલાકમાં વાહનનું ચાર્જિંગ 100 ટકા થઈ જશે. જ્યારે આ ચાર્જિંગનું પેમેન્ટ કેસલેશ હશે. એટલે કે, વાહનચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે.

મોબાઈલ એપ્લિકેશનમાંથી ર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ કપાશે

મોબાઈલ એપ્લિકેશનમાંથી જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ ઓટોમેટિકલી કપાય જશે. હાલ તો એક જ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 2 વાહનને ચાર્જ કરી શકાશે. જ્યારે અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજાં કેટલાય ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

100 ટકા ચાર્જ થયેલી ઇ-કાર અંદાજિત 300 કિલોમીટર સુધી ચાલે

પેટ્રોલ પંપ જેવું જ ઈ વેહિકલ ચાર્જ કરવાનું સ્ટેશન રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ સામે ઉભુ કરાયુ છે. ટાટા કંપની દ્વારા શરુ કરાયેલા આ ઈ-કાર સ્ટશનમાં એક જગ્યાએથી એક સાથે 2 કારને ચાર્જ કરવામાં આવે છે. ઈ-કાર ચારજિંગનું ટેંસ્ટિંગમાં 100 ટકા ચાર્જ થયેલી ઇલેક્ટ્રિક કાર અંદાજિત 300 કિલોમીટર સુધી ચાલી શકે છે.

આ પણ વાંચોઃ કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાતને પ્રવાસીઓએ વધાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.