- સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યાં
- ત્રણ દિવસની રજાઓનો આનંદ માણવા લોકો ફરવા નીકળ્યાં
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મોજ માણતાં લોકો
નર્મદાઃ આજથી 3 દિવસ સુધી રજા રહેતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે તમામ પ્રોજેક્ટો પર પ્રવાસીઓનું ફૂલ બૂકિંગ થતાં sou પર રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે. પ્રવાસીઓને આ રજાના દિવસોમાં પ્રવાસીઓ ફેમિલી સાથે ફરવા આવતાં હોઇને તંત્ર પણ કોરોના ગાઈડલાઈનનું કડકપણે પાલન કરાવી રહ્યું છે.
પ્રવાસીઓ પણ રાખે છે કાળજી
જોકે પ્રવાસીઓ પણ પોતાની જાતે કાળજી રાખી રહ્યાં છે.પ્રવાસીઓ આ ત્રણ દિવસની રજાઓમાં કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી અને ચિલ્ડ્રન ગાર્ડન સહિતના પ્રોજેક્ટો જોવાની મઝા માણવા આવી રહ્યાં છે.
હોટલો, ગેસ્ટહાઉસો, ટેન્ટસિટી બધું બૂક
આ એવી ખુલ્લી અને લીલીછમ જગ્યા છે કે પ્રવાસીઓ મુક્ત મને ફરી રહ્યાં છે અને મોજ માણી રહ્યાં છે. કેવડિયા, રાજપીપળા સહિતના વિસ્તારોમાં હોટલો અને ગેસ્ટહાઉસો, ટેન્ટસિટી બધું હાઉસફૂલ થઈ ગયું છે. ત્યારે આ ત્રણ દિવસની રજાઓમાં લગભગ 1 લાખથી વધુ પ્રવાસીઓ આવશે એવી ધારણા અહીંના સત્તામંડળ ધારી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે કેવડિયાની મુલાકાત