મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવાર અને શનિવારે નર્મદાની મુલાકાતે છે. અહીં મુખ્યપ્રધાને વિકાસલક્ષી કામગીરીનું મુલ્યાંકન કર્યું અને વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા પણ કરી હતી. આ સાથે જ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી નર્મદાની મુલાકાતે આવનારા છે ત્યારે તે અંગે પણ અધિકારીઓ વિશે બેઠક પણ યોજશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 20 લાખથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ત્યારે આ પ્રવાસન સ્થળ વધુ વિકસે અને પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં આવે તે માટે વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાને શનિવારે સૌપ્રથમ વખત ફ્રી વાઇ-ફાઇ સેવાની શરૂઆત કરાવી હતી અને મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.