ETV Bharat / state

ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની BTPના MLA મહેશ વસાવાએ માગ કરી

ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં BTP એ "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ 5 બચાવો" ના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું હતું.

ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની BTPના MLA મહેશ વસાવાએ માગ કરી
ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની BTPના MLA મહેશ વસાવાએ માગ કરી
author img

By

Published : Jan 28, 2021, 6:30 PM IST

  • ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની MLA મહેશ વસાવાએ માગ કરી
  • ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ 5 બચાવો" ના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું
  • આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં પીવાનું પાણી પણ નસીબ નથી: મહેશ વસાવા

નર્મદાઃ જિલ્લાના ડેડીયાપાડામાં BTP એ "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ 5 બચાવો" ના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું હતું. BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ BTP ના રાષ્ટ્રીય મહાસચિવ રાજ વસાવા, નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભાને સંબોધી હતી.

ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની BTPના MLA મહેશ વસાવાએ માગ કરી
ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની BTPના MLA મહેશ વસાવાએ માગ કરી

આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો: MLA મહેશ વસાવા

BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદીવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે. ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે, 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે. આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી પણ નસીબ નથી થતું. સરકારને ચેતવણી આપતા એમણે જણાવ્યું હતું કે, તમે પોલીસ બોલાવે કે મિલેટરી પણ અમે આદિવાસીઓના વિસ્તારમાં બહારના લોકોને કોઈ પણ ભોગે આવવા નહિ દઈએ, ભલે તમે અમને આતંકવાદી કે નક્સલવાદી કહો અમને કશી પડી નથી. જે પણ લોકો આદીવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ તમે બંદૂક ઉઠાવશો તો અમે તમારી સામે તીર કામઠા ઉઠાવીશું. આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો.

સરકારે ચૂંટણી પૂરતી આ એન્ટ્રીઓ સ્થગિત કરીઃ મહેશ વસાવા
ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોનનું આંદોલન વધતા સરકાર ઝૂકી ગઈ હતી અને એન્ટ્રીઓ સ્થગિત કરી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાનુ રાજીનામાનુ એક સ્ટંટ હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એટલે સરકારે ચૂંટણી પૂરતી આ એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પતશે એટલે એન્ટ્રીઓ પાડવાનું ચાલુ થઈ જશે. નર્મદા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મેં જ પ્રશ્ન પૂછ્યો કે ઈકો સેન્સેટિવ ઝોન રદ ક્યારે થશે, ત્યારે કલેકટરે જવાબ આપ્યો કે એ કેન્દ્રનો પ્રશ્ન છે. કાયદો એવો છે કે, સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મહિલાઓની પોલીસ ધરપકડ ન કરી શકે તેમ છતાં કેવડિયા પોલીસે આંદોલન કરી રહેલી મહિલાઓને વહેલી સવારે 4 વાગે અટકાયત કરી હતી.

આદિવાસી પરિવારો માટે ફાળો ઉઘરાવી આદીવાસી યુવતીઓ માટે સારો વરરાજા શોધી લગ્ન કરાવી આપીશું

ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ એવી છે કે આદિવાસીઓએ મજબૂરીમાં પોતાની દીકરીને વેચવાનો વારો આવ્યો છે, અમે એવા આદિવાસી પરિવારો માટે ફાળો ઉઘરાવી આદીવાસી યુવતીઓ માટે સારો વરરાજા શોધી લગ્ન કરાવી આપીશું. સરકારે ઈકો સેન્સેટિવ ઝોન બનાવી જંગલમાં સુતેલા આદીવાસી સિંહને જગાડ્યો છે. છંછેડયો છે. અનામતના નામે કેટલાય ધારાસભ્યો ચૂંટાઈને આવ્યાં છે અને તેઓ ભાજપ કોંગ્રેસના હાથા બની આદીવાસીઓને છેતરે છે. પણ હવે જનતા એવા લોકોને ઓળખી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.