- મનસુખ વસાવાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
- આદિવાસીઓને જાતિ અંગેના પ્રમાણપત્રો મેળવવાની પરેશાની વ્યક્ત કરી
- પ્રમાણપત્ર મેળવવાની સમય મર્યાદા નક્કી કરવા માગણી કરી
નર્મદાઃ મનસુખ વસાવાએ ( BJP MP Mansukh Vasava ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આદિવાસીઓને આદિજાતિના પ્રમાણપત્રો ( Tribal Crtificates ) સરળતાથી મળી રહે એ માટે મામલતદાર કચેરીમાં વધારાના સ્ટાફની નિમણુંક થવી જોઈએ. ખોટા આદિવાસીઓ સંગઠિત થઈ સરકાર પર દબાણ લાવે છે જેથી સાચા આદિવાસીઓને ન્યાય મળે એની પુરેપુરી કાળજી રાખવી જોઈએ.ભાજપ સાંસદ મનસુખ વસાવાના આ પત્રથી ખળભળાટ મચ્યો છે.
આદિવાસી નેતાઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે
મનસુખ વસાવાએ ( BJP MP Mansukh Vasava ) એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વારંવાર એવી અપીલ કરવામાં આવે છે કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા બાબતે ગોધરા મુકામે ચાલી રહેલા આંદોલનમાં આદિવાસી ધારાસભ્યો તથા સાંસદ સભ્ય પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આદિવાસીના હિતમાં સરકારમાં પત્ર લખે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પૂર્વ આદિજાતિપ્રધાન ગણપત વસાવાએ ખૂબ જ મહેનતથી ખોટા પ્રમાણપત્રો બાબતે વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવ્યો અને ખોટા પ્રમાણપત્ર રદ કરવા નિયમો બનાવ્યાં હતાં. તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ.
આ પણ વાંચોઃ ભરુચ MP Mansukh Vasava એ શિક્ષણનું સ્તર સુધારવા ટકોર કરી
આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરો કામ ન કરે તો કાઢી મૂકો: મનસુખ વસાવા