ETV Bharat / state

Birth of two lion cubs : કેવડીયાની જંગલ સફારીમાં હરખનાં તેડાં, બે સિંહબાળની નટખટ ક્રીડાથી આનંદ ભયો અપાર - ઝૂ ઓથોરિટી

કેવડીયાની જંગલ સફારીમાં આજકાલ આનંદોનું વાતાવરણ જામ્યું છે. મંગળ ગવાઇ રહ્યાં છે અને બાળા રાજાને વધાવાઇ રહ્યાં છે. જૂઓ વધુ (Birth of two lion cubs) તસવીરો અને જાણો વિગત એક જ ક્લિકમાં.

Birth of two lion cubs : કેવડીયાની જંગલ સફારીમાં હરખનાં તેડાં, બે સિંહબાળની નટખટ ક્રીડાથી આનંદ ભયો અપાર

author img

By

Published : Feb 16, 2022, 6:24 PM IST

Updated : Feb 17, 2022, 8:22 AM IST

કેવડીયા-એકતાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક 375 જમીનમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે આ જંગલ સફારી પાર્ક માંથી એક ખુશીના સમાચાર આવ્યા છે કે, જંગલ સફારી પાર્કમાં જે સિંહ સિંહણ લાવવામાં આવ્યા હતા. જેને એક નહીં પરંતુ બે બચ્ચાને જન્મ (Birth of Two Lion Cubs in a Kevadiya Jungle Safari) આપ્યો છે. આ બચ્ચા એકદમ સ્વસ્થ હાલતમાં છે. ત્યારે આ બાબતે જંગલ સફારી પાર્ક થી માંડીને સરદાર સરોવર નર્મદા નિગમ એમ.ડી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા સહિત તમામ લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

Birth of two lion cubs : કેવડીયાની જંગલ સફારીમાં હરખનાં તેડાં, બે સિંહબાળની નટખટ ક્રીડાથી આનંદ ભયો અપાર

સંગ્રહાલયમાં પ્રજનન અને બાળ જન્મ અનોખું ગણાય છે

વન્ય પ્રાણીઓમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રજનન અને બાળ જન્મ બહુધા સામાન્ય બાબત ગણાતી નથી. તેવી લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે, અહીં ભારતની ઝૂ ઓથોરિટીએ (Zoo Authority) નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતિના આંગણે પારણું બંધાયું છે. સોમવારની મધ્યરાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન (Birth of Two Lion Cubs in a Kevadiya Jungle Safari) થયું છે. આ જંગલ સફારી રોજેરોજ પ્રવાસીઓની અવરજવરથી ધમધમતી રહે છે. તેની વચ્ચે સાવ સહજ તણાવમુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે.

અગાઉ વિદેશી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપ્યો

આ ઉપરાંત ડૉ. રાજીવ કુમાર ગુપ્તા એ આ બાબતે ટ્વિટર ખુશી વ્યક્ત કરી હતી. કે જંગલ સફારી પાર્કમાં આ અગાઉ જે વિદેશી પ્રાણીઓ છે અલ્પાકા તેને પણ બચ્ચાને જન્મ આપ્યો હતો. અનેક પશુ-પક્ષીઓ બચ્ચાને જન્મ આપી રહ્યા છે. ત્યારે ધીરે ધીરે જંગલ સફારી પાર્ક પ્રાણીઓના સંવનનની સાથે પ્રજનન માટેનું પણ સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. ત્યારે ભારતની ઓળખ એશિયાટિક માદા લાયન જન્મ આપતા એક ખુશીની લહેર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને બંને બચ્ચા નું સ્વાસ્થ્ય ખૂબ સારું છે એવું વન વિભાગના અધિકારીઓનું કહેવું છે. હાલ બન્ને બચ્ચા અઠવાડિયાના થયા છે અને એમ સ્વસ્થ છે.

આ પણ વાંચોઃ Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે બે સિંહબાળને જન્મ આપ્યો

એકતાનગર- કેવડીયાની જંગલ સફારીમાં 230 દિવસ એટલે કે લગભગ સાત મહિનાથી વધુ સમયના ગર્ભ કાળ પછી સિંહણ રાણીએ બાળ જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતાં નથી એટલે આ ચુલબુલા સિંહબાળ કુંવર છે કે કુંવરી એ હાલમાં કહી શકાય (Birth of Two Lion Cubs in a Kevadiya Jungle Safari) તેમ નથી. યોગ્ય સમયે એમની જાતિ પ્રાણીશાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે. ( ચુટકીઃ આપણી પરંપરા પ્રમાણે નામ પાડવાનો અધિકાર ફોઈનો. તો સફારી પરિવારમાં સિંહબાળોના નામ પાડવાનો અધિકાર તો દીપડી ફોઈને જ મળશે ને!)

આ પણ વાંચોઃ કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આનંદ વાધ્યો

એશિયાઇ સિંહ દંપતિના નટખટ અને માસૂમ સિંહ બાળોની ચહલપહલથી (birth of two lion cubs in a kevadiya jungle safari) પીંજરું અને તેનો માહોલ જીવંત બની ગયાં છે. એકતાનગરીના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંલગ્ન આગવા આકર્ષણ સમાન જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓની સારસંભાળ નિપુણ પાલકો ( એનિમલ કીપર ) અને તબીબો દ્વારા લેવામાં આવે છે. હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના અહીંના લોકો દ્વારા કેટલા વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માથી આ વન્ય જીવન સંપદાનું જતન કરવામાં આવે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.

Last Updated : Feb 17, 2022, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.