ગરુડેશ્વર તાલુકાના લીમડી બરફળિયા ગામમાં પરચુરણ દુકાન ચલાવનાર સુરેશ તડવી પતરાના શેડવાળા મકાનમાં દુકાન ચલાવે છે. ત્યારે આ ગરમીથી શિક્ષિત યુવાન સુરેશે 20 લીટરની કેનને કાપી પાછળ વેસ્ટ લોખંડની જાળી સાથે ઘાસ બાંધ્યું અને આગળ ટેબલ ફેન બંધી તેમાં પાણી ભરી દીધું અને જુગાડ એસી બનાવી ઠંડક મેળવે છે.
આ બાબતે સુરેશ તડવીએ જણાવ્યું કે, ઘરમાં 20 લિટરનો કેરબો કામમાં ન લેત હોવાથી જુગાડ એસી બનાવી નાખ્યું છે. જે આજે ગરમીમાં એટલી રાહત આપે છે. ત્યાર બાદ સુરેશે અંદર બરફ નાખવાની શરૂઆત કરી, ત્યારે 2 ટનના ACને પણ શરમાવે તેવી ઠંડક લાગવા લાગી છે. આવી જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની યુક્તિ બધા કરે તો એસી કુલરનો ખર્ચ ના કરવો પડે. આ જુગાડ ACને દુકાનમાં મૂક્યું છે, ત્યારે લોકો જુવે છે અને અનુકરણ કરે છે અને હું શીખવાડું પણ છું કે જેના પૈસા બચ્યા તેટલું સારું.