ETV Bharat / state

ટેન્ટ સિટી ખાતે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદને લઈને રાજેન્દ્ર ત્રિવેદીએ મિટિંગ યોજી સ્થળ નિરીક્ષણ કર્યું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શનીવારે કેવડિયાની મુલાકાત લઈને ટેન્ટ સિટી ખાતે યોજાઈ રહેલી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદની પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવાની સાથે પરિષદ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓને સુચારુ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.

ટેન્ટ સિટી ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની પરિષદ યોજાશે

author img

By

Published : Nov 21, 2020, 4:27 PM IST

Updated : Nov 21, 2020, 4:52 PM IST

  • ટેન્ટ સિટી ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે
  • પૂર્વ તૈયારીઓની સમીક્ષાને લઈ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ટેન્ટ સિટીની લીધી મુલાકાત
  • લોકસભા અને રાજ્યસભા તેમજ 33 રાજ્યના વિધાનસભાઓના અધ્યક્ષો લેશે ભાગ
  • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે

નર્મદાઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શનિવારે કેવડિયાની મુલાકાત લીધી હતી. ટેન્ટ સિટી ખાતે અત્રે યોજાઈ રહેલી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદની પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવાની સાથે પરિષદ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની પણ તેમણે મુલાકાત લીધી હતી.

ટેન્ટ સિટી ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની પરિષદ યોજાશે
ટેન્ટ સિટી ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની પરિષદ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રમાં ઓનલાઇન પ્રવચન આપશે

આ પરિષદમાં લોકસભા અને રાજ્ય સભા તેમજ 33 રાજ્ય વિધાનસભાઓના અધ્યક્ષો ભાગ લેવાના છે. જેમને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અત્રે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આ પરિષદના ઈતિહાસમાં પ્રથમ ઘટના રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રમાં ઓનલાઇન પ્રવચન આપશે. આગામી 25 તારીખથી ભારતભરના તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આવાવના છે, લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા કરશે.

સો વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે

કેવડિયા ખાતે આવેલા ટેન્ટસિટી 2 ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે, ત્યારે આ સ્થળે વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. છેલ્લા સો વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક ગુજરાતમાં બની રહી છે.

પરિષદ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે, દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે. એવી માહિતી આપતાં તેમણે આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં વડાપ્રધાન મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે.

લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા

આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

વિધાનસભાના અધ્યક્ષઓની પરિષદને લઈને આ સમાચાર પણ વાંચોઃ

નર્મદા: કેવડિયામાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. નેશનલ પ્રિસાઈડીંગ કોન્ફરન્સ 25 અને 26 નવેમ્બરે યોજાનાર છે. કાર્યક્રમની તૈયારીને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેવડીયાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવાસન MD જેનું દેવન, SSNNLના જોઈન્ટ MD વન વિભાગ અને જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મીટિંગ લીધી હતી.યોજાનાર કોન્ફરન્સમાં લોકસભા સ્પીકર, વિધાનસભાઓના અધ્યક્ષો, સચિવો પોતાના પરિવાર સાથે કેવડિયા આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. હાલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન મોદીના કાર્યક્રમને હજુ થોડા દિવસો વિત્યા ત્યાં જ રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે લોકસભા, રાજ્યસભા અને દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે.

Last Updated : Nov 21, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.