કરજણ જળાશય યોજના હાલ પાણી ભરપૂર છે. 50 ટકા ડેમ હાલ ભરેલો છે. સરકાર મન ફાવે તેમ કરજણનું પાણી વેડફી રહી છે. પૂનમ હોય કે અમાસ નર્મદા સ્નાન માટે કરજણમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ જમણા કાંઠામાં 100 અને ડાબા કાંઠામાં 100, પરંતુ પાવર જનરેશનમાં 425 ક્યુસેક પાણી ખર્ચાઈ ડિસ્ચાર્જ ડાબા કાંઠામાં જ થાય છે.
રીંપેરેશન કેનાલોનું ચાલુ છે. જેથી પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણીનો બગાડ છે. આ બાબતે કરજણના અધિકારીઓ કાંઈ કહેતા નથી. પાણી વિતરણ વ્યવસ્થા તૈયાર થાય તો છેવાડાના ખેડૂત સુધી પાણી મળે. ગોરા ગામે 40 વર્ષથી કેનાલ બની છે. જેમાં દાદાગીરી કરીને રાજપીપલાથી નજીકના ગામો પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ ભાણાદરાથી ભીલવસી, બોરિયા, પીપરીયા, અને ગોરા સુધી પાણી પહોંચતું નથી. પીપરીયા માઇનોરમાં પાણી નિયમિત થાય તેવી માંગ ઉઠી છે.