નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારી મંડળ પ્રમોશનથી લઇ 7માં પગાર જેવી કેટલીક વિસંગતતાઓ, કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે, સરકારના વખતોવખતના પરિપત્રોથી તથા કચેરી કાર્ય પધ્ધતિની જોગવાઈઓ મુજબ નામ વગરની નનામી અરજીનો દફતરે કરવાની થાય છે.
કર્મચારીઓ વિરુદ્ધની નનામી રજુઆતો દફતરે કરવામાં આવે કર્મચારીઓની બદલી તથા નિમણૂકમાં સરકારની સ્થાયી સૂચનાનો યોગ્ય અમલ કરવામાં આવે, સરદાર સરોવર જેવી મહેસુલ વિભાગ સિવાયની કચેરીઓ ખાતે ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ કે, જે આગામી બે વર્ષમાં વય નિવૃત્ત થનાર હોય તેમને મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી ખાતે નિમણુંક આપવામાં આવે. જેથી તેમના પેન્શન પેપર્સ વગેરે વ્યવસ્થિત તૈયાર થઈ શકે અને વિવિધ માંગણીઓ સાથે નર્મદા જિલ્લા મહેસુલ વિભાગ કર્મચારી વર્ગ-૩ની રજુઆત બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે અગાવ અનેકવાર રજૂઆત કરવા છત્તા કોઈ નિરર્ણ ન લેવામાં આવતા મહેસુલ કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ ઉતરી જતા વહીવટી કામ ઠપ્પ થયું હતુ. આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જે મહેસુલ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. જેમની જગ્યાએ દરેક ઓફિસમાં એક રેવન્યુ તલાટી મુકવામાં આવ્યા હતા. અને પ્રજાની કોઈ પણ અરજી કે કામને ધ્યાને લેવામાં આવી રહ્યું નથીની વાત જણાવી હતી.