રાજપૂતોની કુળદેવી ગણાતી માઁ હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈન માઁ છે અને બીજું નર્મદાના રાજપીપળામાં માઁ હરસિધ્ધિની આરતી અનોખી રીતે થાય તે આશયથી અહીંના 200 જેટલા યુવાનો છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્નશીલ છે અને રાજપુતોના શૌર્ય સમી તલવાર બાઝીની આરતી કરી લોકોને દંગ કરે છે. માઁ ની આરતી અનોખી રીતે તલવાર બાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમા તલવાર બાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું.
સતત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 200 જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માઁ ની અનોખી આરાધના કરી. જોકે તલવારએ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશયથી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી જોકે આ વર્ષે આ તલવાર મહા આરતીની વિશેષતાએ હતી કે માત્ર નર્મદા જ નહીં પણ પાડોશી જિલ્લા ના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો અને છેલ્લા 4 મહિનાથી આ આરતી માટે મહાવરો કરી તલવાર બાઝી શીખી હતી.
શૌર્ય ગાથા ગવાતી હોય ત્યારે રાજપૂત સમાજ તેમાં હંમેશા મોખરે હોય છે ત્યારે આ શૌર્ય ગાથા માઁ વપરાતી તલવાર હવે આજની પેઢી માટે લુપ્તતા ને આરે છે ત્યારે માઁ ની આરતીમાં તલવાર બાઝી કરી શૌર્ય ગાથા સાથે આરાધના કરવાની નર્મદાના આ રાજપૂત યુવક યુવતીઓનો પ્રયાસ ખરેખર અનુકરણીય છે કે જે માઁ આરાધના તો સમાયેલી છેજ પણ શૌર્યતાનું પ્રદર્શન પણ છે.