- ડેલકરના મૃત્યુ બાબતે નિષ્પક્ષ તપાસની માગ
- વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત
- કેન્ડલ માર્ચ યોજી આપી શ્રદ્ધાંજલિ
સેલવાસ : દાદરાનગર હવેલીના સેલવાસ, ખાનવેલમાં શુક્રવારે મોડી સાંજે મૃતક સાંસદ મોહન ડેલકરને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ડેલકરના મૃત્યુ બાદ વિવિધ સંગઠનો અને ડેલકરના પરિવારે રાષ્ટ્રપતિ અને વડાપધાનને પણ લેખિતમાં રજૂઆત કરી છે.
![કેન્ડલ માર્ચ યોજી આપી શ્રદ્ધાંજલિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-tribute-delkar-photo-gj10020_27022021105029_2702f_1614403229_679.jpg)
શ્રદ્ધાંજલિ અર્પણ કરી ન્યાયની કરી માગ
દાદરાનગર હવેલીના આદિવાસી નેતા અને 7 ટર્મના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાનના નિવેદનના આધારે માનસિક ત્રાસથી તેમને આ પગલું ભર્યુ છે. આ માટે અનેક પ્રશાસનના અનેક અધિકારીઓના નામોનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે. જેથી મહારાષ્ટ્ર પોલીસ નિષ્પક્ષ તપાસ કરી તમામ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માગ સાથે દાદરાનગર હવેલીના સેલવાસ, ખાનવેલ સહિતના વિસ્તારમાં હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજી ડેલકરને શ્રદ્ધાંજલિ આપીને ન્યાયની માગ કરી હતી.
![ડેલકરના મૃત્યુ બાબતે નિષ્પક્ષ તપાસની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-tribute-delkar-photo-gj10020_27022021105029_2702f_1614403229_1076.jpg)