સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક ઝોન ગણાતા રખોલીમાં રસોડાની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવતી હેમિલ્ટન હાઉસવેર કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળાઓ સાથે ધુમાડાના ગોતેગોટા આકાશમાં ઉઠતા લોકોમાં પણ ભાગદોડ મચી હતી.
ઘટના બનતા જ તાત્કાલિક નગર હવેલીના સેલવાસ ખાતેથી ફાયર ફાયટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમા લાગેલી ભીષણ આગની જ્વાળાઓમાં પાર્કિંગમાં રાખેલી ટ્રક પણ સ્વાહા થઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા 10 જેટલા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર ધસી આવી હતી. આ કંપની ઘર વપરાશમાં આવતા પ્લાસ્ટિકના સાધનો બનાવે છે. જેવી કે બોટલ અને રસોડા માં ઉપયોગ થતા સાધનો બનાવે છે. જેમાં કાચો અને તૈયાર માલ પણ હોય તેમા આગ લાગતા કરોડોનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.