ભારતમાં ફરી એકવાર દાદરા નગર હવેલીનું નામ ગુંજી ઉઠ્યું છે. દાદરા અને નગર હવેલીને આ વખતે વધુ બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીવાના પાણી અને સેનિટેશન વિભાગ, નવી દિલ્હી, જળ ઉર્જા મંત્રાલયમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 અંતર્ગત દાદરા અને નગર હવેલીને "શ્રેષ્ઠ સ્વચ્છ રાજ્ય" કેટેગરીમાં બીજું ઇનામ અને “બેસ્ટ ક્લીન ડિસ્ટ્રિક્ટ”ની કેટેગરીમાં ત્રીજો એવોર્ડ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દાદરા અને નગર હવેલીના વહીવટકર્તા પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ દાદરા અને નગર હવેલી ખ્યાતિની નવી સીડીઓ ચઢી રહ્યું છે. જેમાં આ પ્રદેશ વિવિધ સેવાકીય અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે પુરસ્કાર મેળવી પ્રદેશનું નામ દેશમાં રોશન કરી રહ્યો છે.