મોરબીની વીસી ફાટક નજીક સવારે માલ ગાડી મોરબીથી પસાર થઈને વાંકાનેર તરફ જતી હતી. આ દરમિયાન યુવાન ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા રેલવે પોલીસના રતિલાલભાઈ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચીને મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ સાજણ હોય અને તે મૂળ મહેમદાબાદ નજીકનો રહેવાસી હોવાની માહિતી મળી હતી.
તેમજ મૃતક યુવાન મોરબી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો હોવાની માહિતી પણ મળી છે. મૃતદેહને પી.એમ.માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયો છે કે આપધાત કર્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરાઇ છે.