મોરબી: જિલ્લાના નારણકા ગામે મજૂર યુવાન નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતા તેનું મોત થયું હતું .જેમાં મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયાના ખેતરમાં મજુરીકામ કરતા હતા ત્યારે તેમને જાણ થઇ કે રમેશભાઈનો પુત્ર અમિત પાણીના વહેણમાં તણાઇ ગયો છે.
ઘટનાની જાણ ગ્રામજનોએ તાલુકા પોલીસ તથા ફાયરબ્રિગેડની ટીમને કરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ સવારે પણ 2 ટીમ બહારથી બોલાવી મચ્છુ ડેમના પાટીયા બંધ કરાવી પાણીના વહેણને રોકી યુવાનની શોધખોળ આદરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ભારે જેહમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નદી બહાર કાઢીને પોસ્ટમાર્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો.