મોરબી પરિણીતાની દવાખાનેથી પરત ઘેર જતાં રસ્તામાં થયેલી અપહરણની આ ઘટના ( Woman abducted from Khilakhilat van in Morbi ) વિશે જાણવા મળે છે કે પરિણીતાના પિયરના લોકોએ જ મળીને અપહરણ કર્યાની ફરિયાદ ( Complaint filed against Kins ) કરવામાં આવી છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના વતની અને હાલ વિરમગામના રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયાએ પોલીસ મથકમાં ફરિયાદ ( Case of kidnapping Registered by Morbi Police ) નોંધાવી છે તે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણેે વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની લક્ષ્મીબેન અમરશીભાઈ રાઠોડ સાથે પ્રેમલગ્ન કરેલા છે. તેમની પત્ની ગર્ભવતી હોવાથી 5 સપ્ટેમ્બરના રોજ મોરબી સરકારી દવાખાને બતાવવા ગયા હતા. જ્યાં ડોકટરે દાખલ કર્યા હતાં. 8 સપ્ટેમ્બરના રોજ સવારના રજા આપી હતી અને હોસ્પિટલ તરફથી ખીલખીલાટ વાન ઘરે થાન મુકવા આવવા રવાના થઇ હતી.
બાળકને મુકીને માતાનું અપહરણ કરી ગયા ખીલખીલાટ વાનના ડ્રાઈવર વિક્રમસિંહ ભીખુસિંહ ચૌહાણ હતાં અને ખીલખીલાટ વાન બંધુનગર ગામ નજીક સફેદ કલરની ઇકો કાર આવી અને વાન ઉભી રખાવી હતી. તેમજ બીજી કાળા કલરની બોલેરો અને સફેદ કલરની ગાડી પાછળ આવી હતી. જે કારમાં ફરિયાદીની પત્નીના મામા અશોકભાઈ કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા, પત્નીના ફૈબાનો દીકરો વિપુલ, પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, સાસુ વસંતબેન અને પત્નીના મામી ( Complaint filed against Kins ) તેમજ અન્ય અજાણ્યા બેત્રણ લોકો આવી અશોક અને વિપુલના હાથમાં છરી હતી તે બતાવી ફરિયાદીના પત્ની લક્ષ્મીબેનને કેમ ભગાડી લઇ ગયો કહીને માર મારી ખીલખીલાટ વાનની ચાવી કાઢી લઈને ત્રણ ગાડીમાં આવેલ લોકોએ પત્નીનું અપહરણ ( Woman abducted from Khilakhilat van in Morbi )કરી લીધું હતું. તેમ જ તમામ લોકો ત્રણેય વાહનમાં બેસી નાસી ગયા હતા અને ખીલખીલાટ વાનની ચાવી પણ લઇ ગયાનું ફરિયાદમાં જણાવાયું છે.
તાલુકા પોલીસે તપાસ હાથમાં લીધી મોરબી તાલુકા પોલીસે ( Case of kidnapping Registered by Morbi Police ) આરોપી અશોક કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા રહે બંને થાનગઢ, ફરિયાદીના પત્નીના ફૈબાનો દીકરો વિપુલ રહે થાનગઢ, ફરિયાદીના પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, ફરિયાદીના સાસુ વસંતબેન રહે બંને વિનયગઢ તા. વાંકાનેર તેમજ મનડાસર ગામે રહેતા ફરિયાદીના પત્નીના મામી અને બે-ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો ( Woman abducted from Khilakhilat van in Morbi ) નોંધી વધુ તપાસ ચલાવી છે.