- ૨૪ કલાક ડોક્ટર સહિતનો સ્ટાફ ખડેપગે
- દર્દીને જમવા સહિતની સુવિધા કોરોના કેર સેન્ટરમાં આપવામાં આવશે
- ભોજન તેમજ નાસ્તો, જ્યુસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.
મોરબીઃ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા 16 એપ્રિલથી ભરતવન ફાર્મ, ભરતનગર, કંડલા હાઈવે મોરબી ખાતે સિમ્પોલો કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવશે. જેમાં 80 બેડની સુવિધા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના પરબત પટેલ સમાજમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું
ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની 24 કલાક હાજરી રહેશે
સિમ્પોલો કોરોના કેર સેન્ટરમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની 24 કલાક હાજરી રહેશે. જ્યાં તમામ જ્ઞાતિના લોકોને સેવા મળી રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેન્ટરમાં ચકાસણી માટે સવારે 9થી 1 અને સાંજે 4થી 6 કલાકે આવી શકશે. કોરોના કેર સેન્ટરમાં ભોજન તેમજ નાસ્તો અને જ્યુસની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ મહેસાણામાં કોરોના સંક્રમણ વધતા સાંઈ ક્રિષ્ના કોવિડ કેર સેન્ટર પુનઃ શરૂ કરાયું
સેન્ટર પર OPD સારવાર પણ શરૂ કરવામાં આવી છે
આ સેન્ટર પર દાખલ રહેલા દર્દીને સીટી સ્કેન કે અન્ય રીપોર્ટ કરાવવાની જરુર પડશે, તો પણ આ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક રીપોર્ટ કરાવી આપવામાં આવશે. દર્દી સાજા ન થાય ત્યાં સુધી તમામ ખર્ચ આ ઉદ્યોગપતિ ઉપાડી રહ્યા છે. તેમજ આ સેન્ટર પર OPD સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ OPD સારવારનો લાભ લઇ શકે છે. જેને ઘરે જ આઈસોલેટ થવું હોય, તેને પણ દવા સહિતની વસ્તુ આપવામાં આવશે.