ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વચ્ચે મોરબીના દરબારગઢ નજીક પાણીનો વેડફાટ - Saurashtra

મોરબીઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દર વર્ષની જેમ સૌરાષ્ટ્રભરમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. મોરબી સહિતના વિસ્તારોમાં મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરતી જોવા મળે છે, ત્યારે મોરબીના દરબારગઢ નજીક પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાયા છે.

Morbi
author img

By

Published : May 12, 2019, 1:26 PM IST

મોરબીના દરબાર ગઢ પાસે આવેલા હનુમાનજી મંદિર સામે પાણીનો વાલ્વ આવેલો છે. આ વિસ્તારમાં જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે વાલ્વમાંથી પાણી સતત વહેતું જોવા મળે છે. પાણીના વાલ્વમાંથી સતત પાણી વહીને ગટરમાં જઈને વેડફાઈ રહ્યું છે. પરંતુ આ પાણીના વેડફાટને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ પગલા ઉઠાવવામાં આવ્યા નથી.

પાણીનો વેડફાટ

દરબાર ગઢ નજીકના આ પાણીના વાલ્વમાંથી પાણીનો વેડફાટ હંમેશના ધોરણે જોવા મળે છે. પરંતુ પાણીનો વેડફાટ રોકવા માટે સ્થાનિકો પણ જાગૃતિ દાખવતા નથી. આ વિસ્તારમાં પ્રતિનિધિ કે પાલિકા તંત્રને પણ પાણીનો વેડફાટ રોકવાની કોઈ ઈચ્છા ન હોય તેવી રીતે સતત પાણી વહેતું જોવા મળે છે. ત્યારે એક-એક બેડા માટે બે કિલોમીટર સુધી રઝળતી ગ્રામ્ય પંથકની મહિલાઓ પાણીના વેડફાટના દ્રશ્યો જોઇને જરૂર દુ:ખી થતી હશે.

બીજી તરફ રાજ્ય સરકાર પણ વોટર મેનેજમેન્ટ માટે ઉચ્ચ કક્ષાની મીટીંગનું આયોજન કરતી હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ અનેક સ્થળે વેડફાતા પાણીને રોકવા તંત્રને કોઈ સુચના આપવામાં આવતી નથી તે એક હકીકત છે.

R_GJ_MRB_04_12MAY_MORBI_PANI_VEDFAT_VIDEO_AV_RAVI

R_GJ_MRB_04_12MAY_MORBI_PANI_VEDFAT_SCRIPT_AV_RAVI

સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વચ્ચે મોરબીના દરબારગઢ નજીક પાણીનો વેડફાટ

પાણીના વાલ્વમાંથી વહી પાણી ગટરમાં જાય છે

        હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને દર વર્ષની જેમ સૌરાષ્ટ્રભરમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે મોરબી સહિતના વિસ્તારોમાં મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરતી જોવા મળે છે ત્યારે મોરબીના દરબારગઢ નજીક પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાયા છે

        મોરબીના દરબાર ગઢ પાસે આવેલા હનુમાનજી મંદિર સામે પાણીનો વાલ્વ આવેલો છે અને આ વિસ્તારમાં જયારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે વાલ્વમાંથી પાણી સતત વહેતું જોવા મળે છે પાણીના વાલ્વમાંથી સતત પાણી વહીને ગટરમાં જઈને વેડફાઈ રહ્યું છે પરંતુ આ પાણીના વેડફાટને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ કદમ ઉઠાવાતા નથી દરબાર ગઢ નજીકના આ પાણીના વાલ્વમાંથી પાણીનો વેડફાટ હંમેશના ધોરણે જોવા મળે છે પરંતુ પાણીનો વેડફાટ રોકવા માટે સ્થાનિકો જાગૃતતા દાખવતા નથી તેમજ આ વિસ્તારમાં પ્રતિનિધિ કે પાલિકા તંત્રને પણ પાણીનો વેડફાટ રોકવાની કોઈ ઈચ્છા ના હોય તેમ સતત પાણી વહેતું જોવા મળે છે ત્યારે એક એક બેડા માટે બે બે કિલોમીટર સુધી રઝળતી ગ્રામ્ય પંથકની મહિલાઓ પાણીના વેડફાટના દ્રશ્યો જોઇને જરૂર દુખી થશે બીજી તરફ રાજ્ય સરકાર પણ વોટર મેનેજમેન્ટ માટે ઉચ્ચ કક્ષાની મીટીંગો યોજે છે પરંતુ સ્થાનિક લેવલે અનેક સ્થળે વેડફાતા પાણીને રોકવા તંત્રને કોઈ સુચના આપવામાં આવતી નથી તે પણ હકીકત છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.