ETV Bharat / state

ઉનાળાની શરૂઆતમાં જ માળિયા તાલુકાના અનેક ગામમાં પાણીની સમસ્યા - Water Crisis

ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે ઠંડી ઓસરી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં હંમેશાની જેમ પાણીની કકળાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના છેવાડાના ગામો અત્યારથી પાણીની તંગી અનુભવી રહ્યા છે. આ વિસ્તારમાં સરકારે ખાસ યોજના મારફત રૂ. 1.90 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્રોજેક્ટ કાર્યરત્ કર્યો છે. આમ, છતાં તે અપૂરતો હોય તેમ માળિયા તાલુકાના છેવાડાના ગામો જેવા કે, વર્ષામેડી, બોડકી અને ન્યૂ નવલખીમાં પાણીની કારમી તંગી જોવા મળી રહી છે. ગામની મહિલાઓ ભારે પરેશાન જોવા મળી રહી છે. આવો જોઈએ માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં કેવી છે. પાણીની સ્થિતિ અને શા માટે સરકારની યોજનાઓ છતાં પાણી પૂરું નથી પડતું જોઈએ.

ઉનાળાની શરૂઆતમાં જ માળિયા તાલુકાના અનેક ગામમાં પાણીની સમસ્યા

author img

By

Published : Mar 12, 2021, 1:29 PM IST

  • માળિયા તાલુકાના છેવાડાનો ગ્રામ્ય વિસ્તાર ઉનાળે પાણીથી વંચિત
  • મહિલાઓએ રાત્રે જાગીને પાણી ભરવું પડે છે, ૧૦ દિવસથી એક ગામ પાણી વિહોણું
  • એક કલાકમાં 1000 લીટરથી વધુ પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા
  • ફિલ્ટર પ્રોજેક્ટ અમલમાં છતાં ગ્રામજનોને પાણીની તંગી
    રૂ. 1.90 કરોડના ખર્ચે ફિલ્ટર મશીન મુકવામાં આવ્યું

મોરબીઃ માળિયા તાલુકાનું બોડકી ગામ છેવાડે આવેલું છે. વર્ષામેડી, ન્યૂ નવલખીની જેમ બોડકીમાં પણ પીવાના પાણીનો કકળાટ કાયમી જોવા મળે છે, જે અંગે ગામના આગેવાન જયંતી માંડવિયા જણાવે છે કે, ગામમાં પાણીની તંગી છે અને મોટાભાગે પાણી રાત્રે જ મળે છે. એકાતરા પાણી આવતું હોય છે. જોકે, તેનું ગામ છેવાડાનું હોવાથી પાણી છૂટે તો ક્યારેક પૂરું પહોંચે જ નહીં. વળી વારા પણ કપાઈ જતા હોય છે. રાત્રે જાગીને મહિલાઓએ પાણી ભરવું પડે છે. જયારે ગામના મહિલા નિરાલી જણાવે છે કે, છેલ્લા 10 દિવસથી પાણી મળ્યું નથી અને કૂવાનું પાણી પીવાલાયક નથી તો મહિલાઓએ શું કરવું રસોઈ બનાવવા, કપડા ધોવા પાણી તો જોઈએ ને તેવો આક્રોશ ઠાલવ્યો હતો

આ પણ વાંચોઃ પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ

તળાવ કે કૂવામાંથી લીધેલ ગંદુ પાણી ફિલ્ટર કરે તો પણ પીવું કઈ રીતે?
બોડકી ગામમાં પાણીની કેવી તંગી છે તેને ગામમાં રહેતા શારદાબેને શબ્દોમાં વર્ણન કર્યું ત્યારે એક ઘડી તો માન્યામાં ના આવે કે ખરેખર આવું હોઈ શકે ખરું? શારદાબેને જણાવ્યું હતું કે, ગામમાં 10-15 દિવસથી પાણી આવતું નથી અને કૂવાનું પાણીથી કપડા ધોવે કે પીવાના ઉપયોગમાં લે વળી મશીન દ્વારા ફિલ્ટર કરાતું પાણી તળાવમાંથી લે છે, જે તળાવમાં ઢોરોને નવડાવવામાં આવે છે.

મહિલાઓએ રાત્રે જાગીને પાણી ભરવું પડે છે, ૧૦ દિવસથી એક ગામ પાણી વિહોણું

આ પણ વાંચોઃ ઉનાળો શરૂ થતા ભુજમાં પાણીના ટેન્કરોની વધી માગ

માળિયા તાલુકાના વર્ષામેડી, ન્યૂ નવલખી અને બોડકી ગામ દરિયાકાંઠાના ગામો હોવાથી જ્યાં દરિયાના ખારા પાણીને ફિલ્ટર કરવા માટે રૂ. 1.90 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે અંગે પ્રોજેક્ટ ઓપરેટર ફૈઝલભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ઈકોલોજિકલ કમીશન દ્વારા વિસ્તારના દરિયાના ખારા પાણીને મીઠું કરતુ રૂ 1.90 કરોડની કિમતનું પોલારિઝ્ડ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં દરિયાના પાણીમાં 60થી 65 હજાર TDS હોય તો પ્રતિ કલાકના 500 લીટર જ્યારે 35 હજાર TDS હોય તો 1000 લીટર પાણી શુદ્ધ કરી શકે છે, જે પાણી ગ્રામજનોને પહોંચાડવામાં આવે છે. વર્ષામેડી, ન્યૂ નવલખી અને બોડકી ગામમાં પાણી ફિલ્ટર કરીને પહોંચાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ફિલ્ટર પ્રોજેક્ટ અમલમાં છતાં ગ્રામજનોને પાણીની તંગી

એક તરફ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી પાણી ફિલ્ટર કરવાના પ્રોજેક્ટ અમલમાં મૂકે છે. જોકે, આમ છતાં ગ્રામજનોને પાણીની તંગીનો સામનો કરવો પડે છે ત્યારે શું સરકારે આવા ખર્ચાળ પ્રોજેક્ટ શરૂ કરવા પૂર્વે વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમાં લીધી હતી કે નહીં તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.