- વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણી નારાજ
- જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ પદેથી આપી શકે રાજીનામું
- 2 દિવસમાં આપી શકે છે રાજીનામું
મોરબીઃ તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીને ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જેનાથી તે નારાજ છે અને મહામંત્રી નહીં બનાવવામાં આવતા તે 2 દિવસમાં રાજીનામું આપી શકે છે.
2 દિવસમાં રાજીનામું આપવા જણાવ્યું
મોરબી જિલ્લા ભાજપ ટીમમાં વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીને ઉપ-પ્રમુખ પદ આપવામાં આવ્યું છે. જો કે, તેમને મહામંત્રી પદ જોઈતું હોવાથી તેમણે આ પદ માટે માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. જેથી તેમણે જણાવ્યું કે, તે 2 દિવસમાં રાજીનામું આપશે.
ઘીના ઠામમાં ઘી પડવાની ભાજપ આગેવાનને ખાતરી
વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીની નારાજગી અંગે જિલ્લા ભાજપના ઉચ્ચ પદે બિરાજમાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જીતુભાઈને તે મનાવી લેશે અને આખરે ઘીના ઠામમાં ઘી પડી જશે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજીનામાંની નોબત નહીં આવે.