ETV Bharat / state

Morbi Bridge Collapse: ઉમિયા મંદિર સિદસરથી લઈ સિરામિક એસોસિએશને કર્યું જયસુખ પટેલનું સમર્થન

મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ અત્યાર જેલની (Jaysukh Patel accused of Morbi Bridge Collapse) હવા ખાઈ રહ્યા છે. બીજી તરફ ઉમિયા મંદિર સિદસરથી સિરામિક એસોસિએશન સહિતની સંસ્થાઓ આરોપી (Ceramic Association supports Jaysukh Patel) જયસુખ પટેલના સમર્થનમાં આવી છે.

Morbi Bridge Collapse: ઉમિયા મંદિર સિદસરથી લઈ સિરામિક એસોસિએશને કર્યું જયસુખ પટેલનું સમર્થન
Morbi Bridge Collapse: ઉમિયા મંદિર સિદસરથી લઈ સિરામિક એસોસિએશને કર્યું જયસુખ પટેલનું સમર્થન
author img

By

Published : Feb 4, 2023, 5:27 PM IST

મોરબીઃ ઑક્ટોબર 2022ના થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાના પડઘા આજે પણ સંભળાઈ રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી મુખ્ય આરોપી અને ઓરેવા ગૃપનો એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો છે ને કોર્ટ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ઉમિયા સિદસર ધામ, મોરબીનો રાજપૂત સમાજ અને ોરબી ટ્રક એસોસિએશન તેમ જ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તેમને સમર્થન આપી છબી ખરડવી ન જોઈએ તેમ જણાવ્યું છે.

સંસ્થાઓનું સમર્થન
સંસ્થાઓનું સમર્થન

આ પણ વાંચો Morbi Bridge Collapse : જયસુખ પટેલના સમર્થનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય, તો સીદસર ઉમિયાધામથી પત્ર લખાયો

ટિકીટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથીઃ આ અંગે વિવિધ ઉમીયા સિદસર ધામના જણાવ્યાનુસાર, જયસુખ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. સૌરાષ્ટ્રભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ તળાવ નિર્માણ, કૂવા-બોર રિચાર્જ, શિક્ષણ-આરોગ્ય-સામાજિક સેવા કાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. તેમણે સામાજિક ફરજના ભાગરૂપે ઝૂલતા પુલનું સંચાલન સંભાળ્યું હતું. 10-15 રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પૂલના રિપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કર્યા હતા. ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી.

ઘણા સામાજિક કાર્યો કર્યા છેઃ રાજપૂત સમાજના જણાવ્યાનુસાર, જે વ્યક્તિએ કોઈ પણ સ્વાર્થ કે ધર્મ કે જ્ઞાતિ જોયા વગર સમાજિક હિત માટે રોજ્ગારી પૂરી પાડી છે. તેમ જ ઘણા બધા સામાજિક કાર્યો કરેલા હોય તેવા જયસુખ પટેલે મોરબીની અસ્મીતા માટે ઝૂલતા પુલની જવાબદારી લીધી હશે. તેને કોઈને નુકસાન કરવા કે પૈસા કમાવા માટે કોઈ ઈરાદો ન હોઈ શકે.

ઈરાદાપૂર્વક બનેલી ઘટના નથીઃ આ મુદ્દે મોરબી ટ્રક એસોસિએશનના જણાવ્યાનુસાર, જે વ્યક્તિએ સમાજમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિ જોયા વગર ફક્ત સામાજિક હિતો માટે રોજગારીની તકો પૂરી પાડતા હોય, સમૂહલગ્ન જેવા દરેક સમાજે બિરદાવા જેવા ઉમદા કાર્યો કરતા હોય, કન્યા શિક્ષણ માટે ડોનેશનો કરતા હોય તેવા સમાજસેવી જયસુખભાઈનો કોઈનું નુકસાન કરવાનો કે પૈસા કમાવવાનો કોઈ ઈરાદો નહતો. ઝૂલતા પૂલની દુર્ઘટના જાણી જોઈને કે ઈરાદાપૂર્વક બનેલી ઘટના નથી. ત્યારે સમાજમાં આ પ્રકારના કાર્યો કરતા હોઈ તે તમામ માટે આપણે સૌ સહાનુભુતિ નહીં બતાવીએ. સાથે નહીં ઊભા રહીએ તો સમાજ માટે સારા કામ કરતા સમાજસેવીઓ સમાજ કામો માટે આગળ આવશે નહીં તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો Morbi bridge tragedy: મોરબી પુલ દુર્ઘટના, જયસુખ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર

સિરામિક પરિવાર મૃતક પરિવારો સાથેઃ જ્યારે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા પણ જયસુખ પટેલના સમર્થનમાં પત્ર લખી ઓરેવા ગૃપે મોરબીની તમામ જ્ઞાતિ માટે કરેલા કામોને યાદ કરીને મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમ જ ઘટનાનો ભોગ બનેલા 35 જરૂરિયાતમંદ પરિવારોને સિરામિક પરિવાર દ્વારા એક વર્ષ સુધી દર મહિને જરૂરી રાશન કિટ પહોંચાડવાની વ્યવસ્થા કરી દુઃખની ઘડીમાં સિરામિક એસોસિએશન પરિવાર સાથે હોવાનું જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.