બરવાળા ગામના કાંતિ ડાભી (ઉ.વ.14 ) અને રાધે મેરાળા (ઉ.વ.15) બંને મિત્રો શુક્રવારે સાંજે સ્કૂલમાંથી છુટ્યા બાદ ઘરે પહોંચ્યા ન હતા. જેથી બાળકોના પરિવારે તેમની શોધખોળ શરુ કરી હતી, પરંતુ તરુણોનો સગડ મળ્યા ન હતાં. જે બાદ આજે સવારે આ બંને મિત્રોના સ્કુલના કપડા ગામના નજીક આવેલ તળવા પાસે જોવા મળ્યા હતા.
જેથી બંને તરુણો ન્હાવા ગયા હોય અને ડૂબી ગયા હોવાનુ જાણવા મળતા મોરબી ફાયરની ટીમ અને મકરાણીવાસના તરવૈયાઓ દ્વારા મોડીરાત સુધી શોધખોળ કરાઈ હતી. છતાં તેમને સફળતા મળી ન હતી, ત્યારબાદ પંચાસીયા તરવૈયાઓની મદદ લઈ આજે સવારે 5 વાગ્યે બંનેના મૃતદેહ મળ્યા હતા. જેથી આ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક જ ગામના બે તરુણોના મોત થતા પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.