- મોરબી તાલુકામાં બે અકસ્માતમાં બે ના મોત
- લીલાપર ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- વિરાટનગર નજીક રિક્ષામાંથી એક યુવાનનું પડી જતા થયું મોત
મોરબી: મોરબીના રવાપર ગામના રહેવાસી અશ્વિનભાઈ તુલસીદાસ અગ્રાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રકચાલક પુરઝડપે લીલાપર ગામ પાસે મચ્છુ નદીના પુલ પાસેથી પસાર થતા ફરિયાદીના ભાઈ હસમુખભાઈના મોટર સાઈકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલસવાર હસમુખભાઈને ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું. તો ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિરાટનગર નજીક રિક્ષામાંથી એક યુવાનનું પડી જતા થયું મોત
જ્યારે બીજા બનાવમાં હાલ રાજકોટ રહેતા મૂળ આંધ્રપ્રદેશના વતની અક્ષયભાઈ રામચરણ બામણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સીએનજી રીક્ષાનો ચાલક તેની રીક્ષા પુરઝડપે ચલાવી જતા વિરાટનગર ગામના પાટિયા પાસે રીક્ષા પૂરઝડપે જતી હોવાથી રીક્ષામાં બેસેલા મુસાફર જગદીશભાઈ મુનશીલાલ બામણીયાનું પડી જવાથી મોત થયું હતું . તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.