મોરબીના સિપાઈ શેરીના રહેવાસી મામદ સીદીક ગુલામમહમદ કુરેશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાની CNG રિક્ષા લઈને વાંકાનેરથી મોરબી પેસેન્જર ભરીને આવતો હોતો ત્યારે આગળ જતી રિક્ષાની આગળ બોલેરો ગાડીમાં ઘરનો સામાન ભરેલ હોય અને બોલેરો પુરઝડપે જતી હોવાથી બોલેરોમાં પાછળ ભરેલો સામાનમાંથી ખાટલો ઉડીને રોડ પર પડતા રિક્ષા ડ્રાઈવરે કંટ્રોલ કરતા બ્રેક મારતા સ્લીપ થઇ હતી અને ડીવાઈડર સાથે અથડાતા ફરિયાદીની રિક્ષા તેની પાછળ ભટકાતા રીક્ષામાં બેસેલ અજાણી સ્ત્રી (ઉ.વ.૮૦) ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું તેમજ અન્ય પેસેન્જરને નાની મોટી ઈજા થઇ છે અને રીક્ષામાં નુકશાન કરી બોલેરો કાર વાળો ગાડી મૂકી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે.
જયારે અન્ય અકસ્માતમાં મોરબીના સામાકાંઠે પાવનપાર્ક શેરીના રહેવાસી પ્રેમલકુમાર કિશોરભાઈ પાચાણીએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પિતા કિશોરભાઈ બચુભાઈ પાચાણી એકટીવા લઈને પંચાસર રોડ પરથી જતા હોય ત્યારે ટ્રેક્ટર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત કરી ફરિયાદીના પિતાને પછાડી દઈને ઈજા કરી હતી. તેમજ ટ્રેક્ટર મૂકી ભાગી ગયો હતો ઈજાગ્રસ્ત એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.