ETV Bharat / state

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઇ - 25 ડિસેમ્બર

25 ડિસેમ્બરે જ્યારે વિશ્વ નાતાલની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તુલસીના રોપા વિતરણ કરાયા હતા તેમજ તુલસીનું મહત્વ સમજાવતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

morbi
morbi
author img

By

Published : Dec 26, 2020, 4:37 PM IST

Updated : Dec 26, 2020, 4:52 PM IST

  • સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઇ
  • તુલસીના રોપાનું વિતરણ કરાયું અને તુલસીનું મહત્વ પણ સમજાવાયું
  • છેલ્લા 5 વર્ષથી આ દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

મોરબીઃ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને એક-એક જૂથમાં વહેંચી વારાફરતી કાર્યક્રમમાં સામેલ કરાયા હતા. સવારથી બપોર સુધી તુલસીનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં તુલસીના ઔષધીય ગુણો, તુલસીનું હિંદુ સંસ્કૃતિમાં મહત્વ સમજાવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને તુલસીના રોપા વિતરણ કરાયા હતા.

સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઇ

શાળાના સંચાલકે જણાવ્યું કે...

તુલસી દિવસનું મહત્વ સમજાવતા શાળા સંચાલક કિશોર શુક્લએ જણાવ્યું હતું કે, તુલસીનું મહત્વ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણમાં પણ છે. તે મહત્વ સમજાવવા જ છેલ્લા 5 વર્ષથી સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો પણ તુલસી દિવસની ઉજવણીમાં અનેરો ઉત્સાહ દાખવી સામેલ થતા હોય છે.

Last Updated : Dec 26, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.