આ કેમ્પમાં મોરબીના ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા કલેક્ટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા.
આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકોએ નિદાન તેમજ દવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપ્યો હતો.
મોટાભેલાના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસરના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજાએ પણ ખુબજ સારો સહયોગ આપ્યો હતો. મોરબી જિલ્લાની સ્કૂલના શિક્ષકોનો પણ ખુબ જ સારો સહયોગ મળ્યો હતો.