ETV Bharat / state

હળવદમાં તસ્કરોનો ત્રાસ, ત્રણ મકાનમાં રોકડ સહિતની ચોરી કરી - Halwad police

મોરબીના હળવદ શહેરમાં રાત્રિના સમયે તસ્કર ટોળકીએ એક સાથે 3 મકાનોને નિશાન બનાવી 2 મકાનમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જે મામલે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

હળવદમાં તસ્કરોનો ત્રાસ, ત્રણ મકાનમાં રોકડ સહિતની ચોરી કરી

author img

By

Published : Jul 20, 2020, 5:34 PM IST

મોરબી: હળવદ શહેરમાં રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.

જોકે તસ્કરો 2 મકાનમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા હતા. તો એક મકાનમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસમાં જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.

બનાવની મળતી માહિતી મુજબ હળવદના ગીરનાર નગર અને વૈજનાથ પાર્કમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં ગીરનાર નગરના રહેવાસી સપ્તાહથી સુસ્વાવ ગામે તેના વતનમાં ગયા હતા. જેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 10 હજાર રોકડ અને ચાંદીની ચોરી કરી હતી. જયારે વૈજનાથ પાર્કના મકાનમાં તસ્કરોએ 72 હજાર રોકડ અને લાખોના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી હતી.

ઉપરાંત અન્ય એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં પરિવાર અવાજ થતા જાગી જતા તસ્કરો નાસી ગયા હતા. બનાવને પગલે હળવદ પોલીસ ટીમ તપાસ ચલાવી હતી. જોકે ચોરીના બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઈ ના હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.