મોરબી: જિલ્લાના ત્રણ વ્યક્તિ નિઝામુદિન દિલ્હી ખાતે ગયેલા હોવાની માહિતી સામે આવતાની સાથે જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ લાવીને ચેકઅપ કરીને સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકવામાં આવ્યા છે.
દિલ્હીના નિઝામુદિનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી બે હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કારણે 200થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું અને દશેકના મોત થયા હોવાનું સામે આવ્યું હતું, તો જે સ્થળે કાર્યક્રમ હતો ત્યાં મોરબીના ત્રણ મોબાઇલ એક્ટીવ હતા. તે ત્રણેય વ્યક્તિને શોધીને આરોગ્ય ટીમ દ્વારા મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે ત્રણેય વ્યક્તિઓના સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
વધુમાં આ ત્રણેય વ્યક્તિ હિન્દુ હોવાનું સામે આવેલું છે. આટલુ જ નહીં ત્રણેયને હાલમાં સિવિલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા છે. હાલમાં કુલ ૪ વ્યક્તિઓને આઈસોલેટ કરાયા છે.