- મોરબીના શનાળા પાસે ક્રિકેટ સટ્ટો રમતા શખ્સ ઝડપાયા
- LCB ટીમ દ્વારા થઇ કાર્યવાહી
- 4 લાખથી વધુનો મુદ્દામાલ થયો જપ્ત
મોરબી: જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચનાથી LCBના PI વી.બી.જાડેજાએ તાજેતરમાં ચાલતી ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ, તથા સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમિયાન શકત શનાળાથી સજ્જનપર ધુનડા જવાના રસ્તા ઉપર વિજય ઉર્ફે વિજલો રાજેશભાઇ લુહાણા તેના મળતીયાઓ સાથે સટ્ટો રમતો ઝડપાયો હતો.
મોરબી સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો
મોબાઇલ ફોન દ્વારા સ્કોડા કાર સાઇડમાં પાર્ક કરી ક્રિકેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ જોઈ મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના કિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતો હોય જેથી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા 1 વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી રહે. હાલ રાજકોટ રૈયા રોડ 2 દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઇ ધાંધલ કાઠી રહે. રાજકોટ, સંતકબીર રોડ અને હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તન્નાલુ વાણા રહે. જુનાગઢ કુલ ત્રણ શખ્સોને મોબાઇલ ફોન 3, લેપટોપ રોકડા રૂપીયા, કાર સહીત કુલ રૂપિયા 4, 67,000 ના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અન્ય ચાર નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
જ્યારે આ જુગારમાં અન્ય 4 શખ્સોના નામ ખુલ્યાં હતા જેમાં 1. જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક 2. કાનો પ્રિયદર્શભાઇ ઠાકર 3. મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ અને 4. માલદે રમેશભાઇ ચાવડાના નામ ખુલતા તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.