- આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી તૈયારીઓ
- ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવે લીધી મોરબીની મુલાકાત
- ગુજરાતમાં યુવાનો મોટી સંખ્યામાં આપમાં જોડાઈ રહ્યાં છે
મોરબીઃ ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ ેમોરબીની રવાપર ઘુનડા રોડ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જે મીટીંગ અંગે ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે બૂથ સમીક્ષા બેઠક અને જન સંવેદના યાત્રા ગુજરાતમાં યોજાઈ રહી છે જેમાં ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમણે વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. મિસ કોલના માધ્યમથી તેમજ સ્થાનિક આગેવાનો કાર્યકરોને જોડી રહ્યાં છે. ગુજરાતમાં 55,000 બૂથ કાર્યરત છે અને એક મજબૂત સિપાહી અન્ય 10ને જોડે તેવા આયોજન સાથે પાર્ટી કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2022ની ચૂંટણી કેવી રીતે લડવી, શું એજન્ડા હશે, રણનીતિ તૈયાર કરવાના હેતુથી આજે ગુલાબસિંહ આવ્યાં હતાં અને કાર્યકરો તેમજ આગેવાનો સાથે મીટીંગ કરી હતી.
આ પણ વાંચોઃ મચ્છુ નદીમાં ગાંડીનું વેલનું સામ્રાજ્ય, નદી પર પથરાઈ જાજમ
આ પણ વાંચોઃ મોરબી જિલ્લામાં મલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં