- નવ માસ પહેલાની ચોરીનો ભેદ ઉકેલાયો
- કબાટની ચાવી બનાવવાના બહાને કરી હતી ચોરી
- ચોરી કરવા સમયે સરદારનો વેશ ધારણ કર્યો હતો
મોરબાઃ વાવડી રોડ પર રહેતા ગીતાબેન મનસુખભાઈના ઘરે 2 સરદારજીના વેશમાં ચોરે કબાટની ચાવી બનાવવાના બહાને ચોરી કરી હતી. ચોર નજર ચૂકવી કબાટની તિજોરીમાં રાખેલું સોનાનું મંગલસૂત્ર, સોનાના પાટલા, સોનાનો પેન્ડલ સેટ સહિત કુલ રૂપિયા 2.70 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ જિલ્લાના SPની સૂચનાથી PIની ટીમે ચોરને પકડવા તપાસ શરૂ કરી હતી. આ તપાસ અંતર્ગત પોલીસની ટીમને સુરત પણ મોકલવામાં આવી હતી. જેમાં આરોપી પ્રધાનસિંગ ઉર્ફે પઠાણસિંગ બખ્તાવરસિંગ ખીચીની ધરપકડ કરવામાં આવી છે.