ETV Bharat / state

મોરબીમાં 123 દિવંગતોના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું - MORBI UPDATES

મોરબીના તમામ સ્મશાનેથી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહિત કુલ 123 દીવંગતોના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સોમનાથ ખાતે અસ્થી વિસર્જન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં 123 દિવંગતોના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું

author img

By

Published : May 24, 2021, 11:49 AM IST

  • દર વર્ષની જેમ આ વર્ષે પણ અસ્થી વિસર્જન કરવામાં આવ્યું
  • મોરબીમાં 123 દિવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવામાં આવ્યું
  • સોમનાથ ખાતે અસ્થી વિસર્જન કરવામાં આવ્યું

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવ્યું હતું. જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરી શક્યા હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ: ABVP દ્વારા વધુ એક અનોખો કાર્યક્રમ, કુલપતિના અસ્થિઓનું ગટરમાં વિસર્જન કરાયું

123 દિવંગતોના આત્માની શાંતિ માટે શુભ કાર્ય

હિન્દુ ધર્મની પરંપરા મુજબ દિવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનું વિસર્જન કરવું અનિવાર્ય હોય છે. ત્યારે ચંદ્રગ્રહણ હોય તે પહેલા મોરબી જલારામ મંદીર દ્વારા રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું સામૂહીક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબીના તમામ સ્મશાનેથી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહિત કુલ 123 દીવંગતોના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સોમનાથ ખાતે અસ્થી વિસર્જન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર દ્વારા દર વર્ષે આ રીતે બિનવારસી અસ્થિઓનું વિર્સજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતના એકતા ટ્રસ્ટ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.