- રબારી સમાજના અગ્રણી રમેશભાઈ રબારીની દીકરીના લગ્ન સાદગીથી યોજાયા
- મર્યાદિત સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિમાં સાદગીથી લગ્ન યોજાયા
- કોરોનાની મહામારીને ધ્યાને લઈને સાદગીથી સરકારના નિયમો અનુસાર લગ્ન યોજાયા
મોરબીઃ રબારી સમાજના અગ્રણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાન રમેશભાઈ રબારીની દીકરી સુરજબેનના શુભ લગ્ન તારીખ ૩૦ જૂનના રોજ યોજાયા હતા. હાલમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈને સરકારની ગાઈડ લાઈન અનુસાર મર્યાદિત સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિમાં સાદગીથી લગ્ન યોજાયા હતા.
રબારી સમાજ અને કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રબારી સમાજમાં થતા પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે જોકે, જ્ઞાતિ આગેવાન તરીકે પોતાના ઘરે પ્રથમ પ્રસંગ હોવાથી સામાજિક કુરિવાજો તેમજ કોરોનાની મહામારીને ધ્યાને લઈને સાદગીથી સરકારના નિયમો અનુસાર યોજાયા હતા. આ રીતે પ્રસંગો કરવાથી સમાજમાં ખોટા કુરિવાજો દુર થશે અને ખોટા ખર્ચથી પણ બચી શકાશે..