- પુત્રવધુના સગાભાઈ એ કરી હતી હત્યા
- પ્રેમ સંબધ બાબતનો ખાર રાખી આધેડને છરીના ઝીંક્યા હતા
- માળિયા પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
મોરબી: માળિયા તાલુકાના વર્ષામેડી ગામમાં કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી કોર્ટ લગ્ન કરી લીધા હોય જે બાબતનો ખાર રાખીને યુવાને બનેવીના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. છરીના ઘા ઝીંકી આધેડને રહેંસી નાખી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય જે હત્યાના બનાવ અંગે ગુન્હો નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, દોઢ માસ પૂર્વે તેના દીકરા હરેશે કૌટુંબિક કાકા પ્રભુભાઈ જેરામભાઈ મહાલીયાની દીકરી જીજ્ઞાસા સાથે પ્રેમસંબંધ હોય જેથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેનું મનદુઃખ ચાલતું હતું જેથી ભાનુબેન અને તેના પતિ ભરતભાઈ મોરબીના ઘૂટું રોડ પર રહેવા આવી ગયેલા અને મોટા દહીંસરા ખાતેનું મકાન બંધ કર્યું રાખેલું જ્યાં કડિયા કામ કરવા જતા હતા.
આ પણ વાંચો: જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
છરી વડે પતિને ઘા ઝીકી દીધા
જેમાં ગઈકાલે 21 મેના રોજ ભાનુબેન અને તેના પતિ ભરતભાઈ બપોરના સુમારે મોટર સાયકલ લઈને મોટા દહીંસરાથી વર્ષામેડી ગામે પિયરમાં માતાને મળવા ગયા હોય અને ત્યાંથી મોટા દહીંસરા જવા નીકળ્યા હતા. ત્યારે વર્ષામેડી ગામના ઝાપા પાસે ચોકમાં પહોંચતા કૌટુંબિક કાકાનો દીકરો દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા રહે વર્ષામેડી તા. માળિયા વાળો મોટરસાયકલ લઈને ઘસી આવ્યો હતો. જેને બાઈક ઉભું રખાવવા પ્રયત્ન કરીને અચાનક હુમલો કર્યો હતો. પતિ-પત્નીને નીચે પાડી દીધા હતા બાદમાં છરી વડે પતિને ઘા ઝીકી દીધા હતા.
આ પણ વાંચો: તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે
દરમિયાન ભાનુબેનના સગાભાઈ કરશનભાઈ, કાળુભાઈ હમીરભાઈ અને વિરાભાઈ હમીરભાઈ વચ્ચે પડીને છોડાવ્યા હતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબી લાવવામાં આવેલ જ્યાં તેનું મોત થયું હતું માળિયા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુ મહાલીયા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે જેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.