- મોરબીમાં કોરોના દર્દીઓની ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે મદદ
- સ્વીટ સિરામિક દ્વારા 6 ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન મંગાવવામાં આવ્યાં
- આ મશિન વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે
મોરબીઃ જિલ્લામાં કોરોના કેહર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે, તેમછંતા કોરોના હજુ કાબૂમાં આવ્યો નથી. દર્દીઓને હોસ્પિટલમાં અથવા તો ઘરે સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે, આવા સમયે ઓક્સિજનના બાટલા કે પછી ઓક્સિજન બેડ હોસ્પિટલ અથવા તો કોરોના હેલ્થ સેન્ટરની અંદર ન મળતા દર્દીના પરિવાર મુશ્કેલીમાં મુકાયા જાય છે.
કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર મશિન આપવામાં આવશે
આ સ્થિતિમાં પીપળી રોડ ઉપર આવેલા સ્વીટ સિરામિકના જલ્પેશ મનસુખભાઈ વડસોલા અને તેમના ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યાં છે. જે કોઈ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પડેશે તો તેવા દર્દીને ઓક્સિજનના ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું
કુંટુબી દાદાને કોરોના થયો ત્યારે મશીનનો વપરાશ કર્યો હતોઃ જલ્પેશભાઈ
જલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલાં જ્યારે કોરોનાની શરૂઆત હતી અને કોરોનાનું સંક્રમણ શરૂઆતના તબક્કામાં હતું, ત્યારે તેના કુટુંબી દાદા વડસોલા નરશીભાઈ મોહનભાઈને કોરોના થયો હતો. તે સમયે ડૉક્ટરે સલાહ આપી હતી કે, ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનનો ઉપયોગ કરીને સારવાર આપી શકાય છે. ત્યારે તેમના દાદા સ્વસ્થ થયા હતા. જેથી આ વખતે કોરોનાની બીજી લેહર આવી ત્યારે તેમના ગ્રૂપ દ્વારા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રીક મશીન મંગાવવામાં આવ્યાં છે અને હાલમાં આ 6 મશીન તેઓ કોરોનાગ્રસ્ત દર્દી માટે આપશે.
આ પણ વાંચોઃ મોરબીમાં ઉદ્યોગપતિ અને એક યુવાન કોરોના દર્દીઓની કરી રહ્યા છે ફી મા સેવા
ઉદ્યોગકારો આ મશીન વસાવે તો દર્દીઓને મુશ્કેલી ઓછી પડે
જલ્પેશભાઇએ અપીલ કરી છે, આ મશીન મોંઘા નથી જો ઉદ્યોગકારો અને સક્ષમ લોકો આ મશીન સેવાના ઉદેશથી વસાવી લે તો ભવિષ્યમાં આ મશીન દર્દીઓ માટે ઘણા ઉપયોગી થશે અને બધા દર્દીઓને ઓક્સિજન માટે બહુ હેરાન નહી થવું પડે.