ETV Bharat / state

Royal tradition coronation: વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધિ મહોત્સવ ઉજવાશે

author img

By

Published : Feb 27, 2022, 7:46 AM IST

વાંકાનેરના પૂર્વ રાજવી પરિવારના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની (Honorable Maharana of Wankaner)રાજતિલક 5 દિવસ મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાશે. જેમાં પહેલા દિવસે મહાશિવરાત્રિના પર્વે મહાદેવનો (Mahashivaratri ) અભિષેક થશે. ત્યારબાદ 4 માર્ચના રોજ રાજતિલક યોજાશે તે બાદ નગરયાત્રા પ્રસ્થાન વિન્ટેજ કારમાં કરશે.

Royal tradition coronation: વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધિ મહોત્સવ ઉજવાશે
Royal tradition coronation: વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધિ મહોત્સવ ઉજવાશે

મોરબી: વાંકાનેરના નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધિ મહોત્સવ ઉજવાશે 5 દિવસના મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાશે .વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ.અમરસિંહજી ઝાલાના પ્રપૌત્ર કેશરીદેવસિહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજ્યાભિષેક વિધિ તથા રાજતિલક વિધિનો (Rajasaheb Kesharidev Singhji Zala) પાવન પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધિ વિધાન અને રાજવી પરંપરા સાથે પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવામાં આવશે. જેને પગલે વાંકાનેર રાજ પરિવાર સાથે સમગ્ર પંથકમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ગામો ગામથી સંતો મહંતો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓને નિમંત્રણ પહોંચાડવા સહિતની (Honorable Maharana of Wankaner)રાજ તિલકવિધિની તડામાર તૈયારીઓ સાથે જુના દરબાર ગઢ(Kshatriya society) અને ગરાસીયા બોડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

પ્રથમ દિવસે મહાશિવરાત્રિના પર્વ પર જડેશ્વર મહાદેવના મંદિરે અભિષેક થશે

નામદાર મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાનો બહોળો ચાહક વર્ગ જુદી જુદી જ્ઞાતિના અગ્રનોઈ ક્ષત્રીય સમાજ સહીત તમામ જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર આ કાર્ય દીપી ઉઠે તે માટે કામે લાગી ગયા છે.રાજ પરિવારના આંગણે પરંપરાગત રીતે યોજાનાર રાજ તિલકવિધિની માહિતી આપતા મહારાણારાજ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે 1 માર્ચને મહાશિવરાત્રીના પાવન દિવસે વાંકાનેરથી 10 કિ.મી દુર આવેલ સ્વયંભુ જડેશ્વર મંદિર ખાતે સવારે જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક અને પૂજન બાદ જડેશ્વર મહાદેવ મંદિરના રતન ટેકરી ના પ્રવેશ દ્વારે બનાવેલ દિગ્વિજય દ્વાર મંદિરને અર્પણ કરવામાં આવશે

4 માર્ચના રોજ રાજતિલકવિધિ યોજાશે

2 માર્ચના રોજ જુના દરબાર ગઢ ખાતે બ્રહ્મચોર્યાસી રાજવી પરિવાર દ્વારા યોજાશે જેમાં ઉપસ્થિતિ તમામ ભૂદેવો સાધુ સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સંસ્કૃતના શ્ર્લોક સાથે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલા પર આશીર્વાદ વરસાવશે. 3 માર્ચના રોજ જુના દરબારગઢ ખાતે સવારથી યજ્ઞ અને રાજ્યાભિષેક સહીત રાજવી પરંપરાગત (Former royal family Coronation) ધાર્મિક વિધિઓ સંતો મહંતો અને પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. 4 માર્ચના રોજ જુના દરબાર ગઢમાં સવારે 8 થી 9 કલાક સુધી રાજતિલક વિધિ નો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે જેમાં વાંકાનેર પંથકના પ્રતિષ્ઠિત મંદિરના સંતો મહંતો, રાજના ગોર સહીત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને રાજ પરિવારની પરંપરાગત તિલક વિધિ ઝાલા કુટુંબની કુંવારી દીકરીબાના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે

દરબારગઢથી પ્રસ્થાન કરી શહેરમાં નગરયાત્રા કરશે

ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા રાજ સાહેબને પાઘડી પહેરાવવામાં આવશે બાદમાં બેન્ડ પાર્ટીના સંગીતના સુર સાથે જુના દરબારગઢથી શોભાયાત્રા પ્રસ્થાન થશે જે અમરરોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોકથી દીવાનપરામાં અમરસિંહજી બાપુના બાવલા સ્ટેચ્યુ ચોક સુધી જશે.

આ પણ વાંચો: Diyodar Gram Panchayat elections : બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત પર રાજવી પરિવાર-રાવણા રાજપૂત સમાજ વચ્ચે જંગ જામશે

નગરયાત્રા વિન્ટેજ કારમાં

જ્યાં રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહઇજી દિગ્વિજયસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી, ભાવવંદના સાથે આશીર્વાદ મેળવશે. જે નગરયાત્રામાં (Procession)વિન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા (vintage car)અને ક્ષત્રીય સમાજ તેમના પરંપરાગત પોશાક પાઘડી અને સાફા સાથે તેમજ નગરજનો, સંતો-મહંતો પણ જોડાશે. રાજમાર્ગો પર મહારાણા સાહેબ (Former royal family) પર પુષ્પવર્ષા કરવામાં આવશે નગરયાત્રા પૂર્ણ થયા બાદ જુદી જુદી જ્ઞાતિના અગ્રનોઈ અને સમર્થકો દ્વારા બાપુ સાહેબનું અદેકરૂ સન્માન કરવામાં આવશે. બાપુના બાવલા પાસે નગરયાત્રા પૂર્ણ જાહેર થશે સાંજે 6 કલાકે ધોળેશ્વર મહાદેવ મંદિર પટાંગણ મેળા પરિસર ગ્રાઉન્ડમાં ક્ષત્રીય સમાજના કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા નામદાર મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવશે અને બાદમાં ક્ષત્રીય સમાજ માટે ભોજન પ્રસાદ પ્રારંભ થશે.

અંતિમ દિવસે સન્માન સમારોહ સહિતના કાર્યકમો યોજાશે

5 માર્ચના રોજ ઉત્સવના અંતિમ દિવસે પણ ધોળેશ્વર મહાદેવ મંદિર મેળા પરિસરમાં વાંકાનેરના સમસ્ત નગરજનો માટે સાંજે 6 કલાકથી ભોજન પ્રસાદનો પ્રારંભ થશે. વાંકાનેરના નામદાર રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાના રાજ્યાભિષેક અને રાજતિલક વિધિના પાંચ દિવસના કાર્યક્રમમાં જુદા જુદા સ્ટેટના રાજવી પરિવારો ઉપરાંત રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, જુદા જુદા શહેરના સંતો મહંતો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના ઉપસ્થિત રહેશે અને કેશરીદેવસિંહજીનું સન્માન કરી શુભેચ્છા પાઠવશે.

આ પણ વાંચો: ધરમપુરના રાજવી પરિવારમાં આજે પણ હયાત છે રુદ્રવીણા, મહારાણા પ્રભાતદેવજી કરતા હતા સંગીત સાધના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.