ETV Bharat / state

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી: EVM સીસીટીવીથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા - મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી

ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી વિધાનસભા પેટા ચૂંટણી -2020ની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં કલેક્ટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

The EVM
ઇવીએમ
author img

By

Published : Oct 7, 2020, 12:15 PM IST

મોરબી : આગામી 3 નવેમ્બરના રોજ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી પહેલા EVM રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેક્નીક કોલેજ ખાતે સીસીટીવીથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં EVM રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

65-મોરબી વિધાનસભા બેઠક માટે 412 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત 140 ટકા લેખે 577 જેટલા બેલેટ યુનિટ અને 577 કંટ્રોલ યુનિટ અને 150 ટકા 618 વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે.

સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારી અને મોરબી માળીયા બેઠકના ચૂંટણી અધિકારી ડી.એ. ઝાલા સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.