મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ અંગે અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લાના કુલ ૧૦ ડેમોની કુલ ૧૦,૯૭૦ એમસીએફટી સંગ્રહશક્તિ સામે ફક્ત ૧૬૯૬ એમસીએફટી જળજથ્થો છે. જેમાં જીવંત જથ્થો માત્ર ૧૩૭૩ જ બચ્યો છે એટલે કે જીલ્લાના કુલ સ્ટોરેજ સામે હાલ માત્ર ૧૫.૧૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ છે.
મોરબી જીલ્લાના એકમાત્ર મચ્છુ ૨ ડેમમાં ૨૮ ટકા જથ્થો છે. જયારે અન્ય ડેમોમાં ૧૬ ટકા, ૧૩ ટકા અને ૧૦ ટકા જેટલો જથ્થો બચ્યો છે અને ચાર ડેમો ખાલી છે. જેથી આ વર્ષે જળકટોકટી સર્જાઈ શકે તેવા એંધાણ મળી રહ્યા છે. નિયમિત પાણી મળતું ન હોય જેથી મહિલાઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને તંત્ર પાણીની વ્યવસ્થા અંગે આયોજન કરે તેવી માંગ પ્રબળ બની છે