માહિતી પ્રમાણે, મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી સગીરાનું 29 ઓગષ્ટ 2018ના રોજ ઓરિસ્સાના રહેવાસી માનસપાત્ર ગંગારામપાત્ર નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસ તપાસ ચલાવી હતી.
તપાસ દરમિયાન સગીરાનું અપહરણ કરનાર ઓરિસ્સાનો શખ્શ મોરબી આવ્યો હોવાની પોલીસ બાતમી મળી હતી. જેને પગલે માનવ તસ્કરી સ્કવોડ અને બી ડીવીઝન ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો છે. તેમજ ભોગ બનનાર સગીરાને તેના વાલીને સોપવામાં આવી છે. આ અપહરણ અંગે વધુ તપાસ માનવ તસ્કરી સ્કવોડના એચ એન રાઠોડ ચલાવી રહ્યા છે.