ETV Bharat / state

મોરબીના માળિયામાંથી કોલ સેન્ટર ઝડપાયું - યુકેના નાગરિકોને ટેક્સના રૂપિયાના બહાને નાણા ખંખેરતા

યુકેના નાગરિકોને ટેક્ષ ભરવાના ખોટા મેસેજ કરી રીટર્ન કોલમાં ખોટા નામ ધારણ કરીને ટેક્ષ ભરપાઈ કરવા મામલે જણાવીને પોતાના ખાતામાં પાઉન્ડથી રકમ મેળવી છેતરપીંડી આચરવામાં આવી રહી છે. જે કોલ સેન્ટર માળિયામાં કાર્યરત હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડીને મહિલા સહીત 9 આરોપીનેે દબોચી લીધા હતા અને લેપટોપ સહીત 1.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

માળિયામાંથી કોલ સેન્ટર ઝડપાયું, યુકેના નાગરિકોને ટેક્સના રૂપિયાના બહાને નાણા ખંખેરતા

author img

By

Published : Jan 22, 2021, 10:46 AM IST

  • માળિયામાંથી કોલ સેન્ટર ઝડપાયું
  • યુકેના નાગરિકોને ટેક્સના રૂપિયાના બહાને નાંણા ખંખેરતા
  • પોલીસે દરોડો પાડીને મહિલા સહીત 9 આરોપીનેે દબોચી લીધા

મોરબી : યુકેના નાગરિકોને ટેક્ષ ભરવાના ખોટા મેસેજ કરી રીટર્ન કોલમાં ખોટા નામ ધારણ કરીને ટેક્ષ ભરપાઈ કરવા મામલે જણાવીને પોતાના ખાતામાં પાઉન્ડથી રકમ મેળવી છેતરપીંડી આચરવામાં આવી રહી છે. જે કોલ સેન્ટર માળિયામાં કાર્યરત હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડીને મહિલા સહીત 9 આરોપીનેે દબોચી લીધા હતા અને લેપટોપ સહીત 1.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

માળિયામાંથી કોલ સેન્ટર ઝડપાયું, યુકેના નાગરિકોને ટેક્સના રૂપિયાના બહાને નાણા ખંખેરતા

શું છે સમ્રગ ઘટના

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના મોટી બરાર ગામ પાસે એકલિંગ પેટ્રોલપંપ નજીક આવેલ બે માળના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. જ્યાંથી યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા હોવાની બાતમી મળતા માળિયા PSI એન.એચ.ચુડાસમાની ટીમે દરોડો કર્યો હતો. જેમાં સ્થળ પરથી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ 9 આરોપીને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત 1.76 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે કરતા છેતરપીંડી ?

આરોપીઓના લેપટોપમાં આઈબીમ સોફ્ટવેર ડાઉનલોડ કરેલ હતું. જે સોફ્ટવેર દ્વારા ડાયલર મારફત ડેટા લઇ યુકેના નાગરિકોને મેસેજ દ્વારા સંપર્ક કરી તમારો ટેક્સ બાકી છે જે ભરી આપો નહીતર તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેવા ખોટા મેસેજ કરતા યુકેના નાગરિકોના રીટર્ન કોલ આવતા ખોટા નામ ધારણ કરીને યુકેના નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી જુદા જુદા એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે પાઉન્ડમાં નાંણા પોતાના ખાતામાં મેળવી છેતરપીંડી આચરતા હોવાનો ખુલાસો થયો છે.

અંદાજે ૩ માસથી કોલ સેન્ટર ચાલતું હોવાનો ખુલાસો

માળિયાના મોટી બરાર નજીકથી પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો કરીને આરોપીઓને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે. તો અહી અંદાજે ૩ માસથી કોલ સેન્ટર ચાલતું હોવાથી તેમજ ગઈકાલે એક જ દિવસમાં ચીટીંગ કરનાર આરોપીને બેંક ખાતામાં 33 લાખની રકમ આવી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કોલ સેન્ટર બપોરથી રાત્રી સુધી ધમધમતું

કોલ સેન્ટર બપોરે 2 વાગ્યા આસપાસ શરુ કરાતું હતું અને રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહેતું હતું. તો કોલ સેન્ટર ચલાવનાર આરોપી અમદાવાદના હોવાથી જે સોમવારથી શુક્રવાર સુધી કોલ સેન્ટર ચલાવતા અને શનિવાર-રવિવારની રજામાં અમદાવાદ ચાલ્યા જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કોલ સેન્ટર ચલાવનાર ભેજાબાજ આરોપી બલ્ક મેસેજ મારફત 20 હજાર જેટલા લોકોને મેસેજ મોકલતા હતા. મોટાભાગે યુકેના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું ખુલ્યું છે. તો રીપ્લાય કરનાર યુકેના લોકો માટે ભેજાબાજોની ફિક્સ સ્ક્રીપ્ટ તૈયાર રહેતી અને એટલી જ વાત ફોન પર કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.