ETV Bharat / state

કન્ટેનરની ઉઠાંતરી કરતી ટોળકી ઝડપાય, આ રીતે કન્ટેનર બારોબાર વેચી મારતી - Mundra port container

મોરબીના અમરેલી રોડ પર બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે (Mundra port container theft)કન્ટેનર કટિંગ કરી ભંગાર બનાવી વેચાણ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં આરોપીઓએ મુન્દ્રાથી 20 કન્ટેનર ચોરી કર્યાનું ખુલ્યું છે. મુન્દ્રા મરીન પોલીસ મથકમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ( Containers from Mundra)તપાસ હાથ ધરી છે.

કન્ટેનર ચોરી કરી આ રીતે બારોબાર વેચી મારતી ટોળકી ઝડપાઈ

author img

By

Published : Jun 29, 2022, 8:25 PM IST

મોરબી: અમરેલી રોડ પર બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે કન્ટેનર કટિંગ કરી ભંગાર બનાવી વેચાણ(Container cutting and selling scrap)કરનાર ચાર આરોપીઓને ઝડપી લઈને LCB ટીમે 13.82 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ (Mundra port container theft)હાથ ધરી છે. જેમાં આરોપીઓએ મુન્દ્રાથી 20 કન્ટેનર ચોરી કર્યાનું ખુલ્યું છે. મુન્દ્રા મરીન પોલીસ મથકમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરી

ભંગાર કરી વેચાણ કરતા - મોરબી LCB ટીમ પેટ્રોલિંગ સમય દરમિયાન અમરેલી રોડ પર મહાકાલી માતાજી દેરી પાસે બાવળ કાંટમાં અને ખુલ્લી(Mundra port container)જગ્યામાં કેટલાક શખ્સો અનધીકૃત રીતે કન્ટેનર બહારથી લાવી કટિંગ કરી ભંગાર કરી વેચાણ કરતા હોવાની (Containers from Mundra)બાતમી મળી હતી. જેથી ટીમે સ્થળ પર દરોડો કરતા સ્થળ પરથી પોલીસને કેન્કોર કંપનીના કન્ટેનર નંગ 4 કિંમત 10 લાખ, કન્ટેનર કટિંગ લોખંડ ભંગાર અંદાજીત 8370 કિલોગ્રામ વજન કિંમત રૂપિયા 2,92,950 ગેસના નાના મોટા સિલેંડર નંગ 24 કીમત રૂપિયા 69000 અને ગેસ કટરગન પાઈપ સાથે નંગ 4 કિંમત રૂપિયા 6000 ઉપરાંત 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15000 મળીને કુલ રૂ 13,82,950 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા

ચાર આરોપી ઝડપાયા - આ રેડ દરમિયાન આરોપી રવિ વિનોદ પંસારા (ઉ.વ.27) રહે વિસીપરા મેઈન રોડ મોરબી, નકુલ કરશન મંદરીયા (ઉ.વ.24) રહે ભીમસર વેજીટેબલ રોડ મોરબી, મહેન્દ્ર ભરત સોલંકી (ઉ.વ.23) રહે શોભેશ્વર રોડ મોરબી અને ફિરોજ રહીમ મમાણી (ઉ.વ.20) રહે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ એમ ચાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પ્રયાગરાજ હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનાર શખ્સો ઝડપાયા

કન્ટેનરની ચોરી - આરોપીઓએ મુન્દ્રા પોર્ટ ખાતે કોન્કોર કન્ટેનર યાર્ડમાંથી કુલ 20 કન્ટેનર ચોરી કર્યાનું ખુલ્યું હતું. મોરબી LCB ટીમે 11 કન્ટેનરનો ભંગાર અને સામાન મળી આવ્યો છે. જે કટિંગ કરી ભંગાર વેચવાની પેરવી કરતા હતા. આ દરમિયાન આરોપીઓને ઝડપી લેવાયા હતા તો અન્ય આરોપી મહાવીરસિંહ ભાણુભા અને યાર્ડમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ભવ્યરાજસિંહ ઉર્ફે ભાનુભા એમ બે આરોપીના નામો ખુલ્યા છે. આરોપી મહાવીરસિંહે કન્ટેનર કટિંગ કરવાની વ્યવસ્થા કરી આપી હતી તો સુપરવાઈઝર તરીકે નોકરી કરતા શખ્સે ચોરી કરવામાં મદદ કરી હતી જે ઝડપાયેલા ચાર આરોપી અને અન્ય બે એમ છ શખ્સો વિરુદ્ધ મુન્દ્રા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.