ETV Bharat / state

મોરબી: પાણીપુરી લારીએ મારામારીમાં ઘવાયેલા આધેડના મોતના કેસમાં આરોપી ઝડપાયો - news updates of morbi

મોરબીના પીપળી રોડ બેલા ગામની સીમમાં પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયેલા યુવાનને એક શખ્સે માર માર્યો હતો. વચ્ચે પડેલા આધેડને પણ માર મારતા મામલો વધુ ગંભીર બન્યો હતો. આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. હત્યાની કલમ હેઠળ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લીધા બાદ જેલ હવાલે કર્યો છે.

પાણીપુરી લારીએ મારામારીમાં ઘવાયેલા આધેડના મોતના કેસમાં આરોપી ઝડપાયો

author img

By

Published : Nov 15, 2020, 12:40 PM IST

  • મોરબીમાં હત્યાનો બનાવ આવ્યો સામે
  • આધેડને માર મારી મોતને ઘાટ ઉતાર્યો
  • પાણીપુરીની લારીએ થયેલી બોલાચાલીનો કરુણ અંજામ
  • પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

મોરબી:પીપળી રોડ બેલા ગામની સીમમાં પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયેલા યુવાનને એક શખ્શે માર માર્યો હતો. વચ્ચે પડેલા આધેડને પણ માર મારતા મામલો વધુ ગંભીર બન્યો હતો. આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. હત્યાની કલમ હેઠળ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લીધા બાદ જેલહવાલે કર્યો છે.

પાણીપુરીની લારીએ થયેલી બોલાચાલીનો કરુણ અંજામ

મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલ પીપળી રોડ પરની સ્પેનો સિરામિકમાં રહીને મજુરી કરતા શંકરભાઈ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના કુટુંબી ભાભી કાજલબેન સાથે પીપળી રોડ પર સેલ્જા સિરામિક પાસે પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયા ત્યારે કાજલે તેને કહ્યું કે સસરા રમણભાઈ આપણી પાછળ આવે છે. ત્યારે જ આરીફ આલમ શા સૈયદ પાણીપુરી ખાવા આવેલા હોય જેને એવું લાગ્યું કે, ભાભી કાજલબેને એ ઈસમને કહ્યું હતું કે તે અમારી પાછળ આવે છે જેથી આરોપી આરીફ આલમશા સૈયદ ફરિયાદી શંકર ખાંટને કાઠલો પકડીને બે-ત્રણ ફડાકા મારી લીધા હતા.

ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત, બનાવ હત્યામાં પલટાયો

તું તારા ઘરેથી કોઈ મોટા માણસને અત્યારે જ બોલાવ તેમ કહેતા રમણભાઈને બોલાવતા તે આવતા તેની સાથે પણ ઝઘડો કરીને માર મારી ઈજા પહોંચાડી હતી. જે બાદ ઈજાગ્રસ્ત આધેડ રમણભાઈને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે, ત્યારે તાલુકા પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ જેલ હવાલે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.